ખાસ-ખબર સંવાદદાતા
IMF તરફથી લોનની મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. કરાચીના લોકો દુનિયાનો સૌથી મોંઘો લોટ ખરીદવા મજબૂર છે. પાકિસ્તાનના મીડિયા હાઉસ અછઢ અનુસાર, ત્યાં એક કિલો લોટ 320 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને પંજાબ કરતા વધુ છે.
કરાચીમાં લોટની 20 કિલોની થેલીની કિંમતમાં 200 રૂપિયા સુધીનો વધારો થયો છે. જેના કારણે 20 કિલો લોટની કિંમત વધીને 3200 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ, વધતી જતી મોંઘવારી વચ્ચે પાકિસ્તાનના વિવિધ ભાગોમાં છૂટક બજારોમાં ખાંડના ભાવ પણ પ્રતિ કિલોગ્રામ રૂ. 160ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો. ઙઇજને ટાંકીને અછઢએ આ માહિતી આપી છે. અહેવાલ છે કે કરાચી, ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં છૂટક સ્તરે ખાંડની કિંમતમાં 150 રૂપિયાનો વધારો થયો છે. આ દરમિયાન લાહોર અને ક્વેટામાં ખાંડ 145 રૂપિયા પ્રતિ કિલો અને 142 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોન મંજૂર થતાં જ પાકિસ્તાને સૌથી ઉંચો ધ્વજ ફરકાવવાની હરિફાઈ શરૂ કરી દીધી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે 76માં સ્વતંત્રતા દિવસ એટલે કે 14મી ઓગસ્ટના રોજ 500 ફૂટ ઊંચો પાકિસ્તાની ધ્વજ ફરકાવવાનો નિર્ણય લીધો છે. જેનો ખર્ચ લગભગ 40 કરોડ પાકિસ્તાની રૂપિયા થશે.
- Advertisement -
કરાચી વિશ્વનું સૌથી ઓછું રહેવા યોગ્ય શહેર
ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (ઊઈંઞ)ના અહેવાલમાં પાકિસ્તાનના કરાચીને વિશ્ર્વના પાંચ સૌથી ઓછા રહેવા યોગ્ય શહેરોની યાદીમાં મૂકવામાં આવ્યું છે. ઊઈંઞ ના ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2023 માં, કરાચી 173 શહેરોમાંથી 169માં ક્રમે છે. માત્ર લાગોસ, અલ્જિયર્સ, ત્રિપોલી અને દમાસ્કસ શહેરો કરાચીથી નીચે છે. તમામ શહેરોને ત્યાંના શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંસ્કૃતિ, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત સેવાઓના આધારે આંકવામાં આવ્યા હતા.
પાકિસ્તાનને IMF તરફથી પ્રથમ હપ્તો મળ્યો
અછઢ અનુસાર, 13 જુલાઈએ ઈંખઋએ પાકિસ્તાનને 1.2 અબજ ડોલર એટલે કે 9 હજાર કરોડ રૂપિયાનો હપ્તો મળ્યો છે. નાણાપ્રધાન ઈશાક ડારે જણાવ્યું છે કે બાકીના રૂ. 14,000 કરોડનો બીજો હપ્તો વધુ બે સમીક્ષા પછી આપવામાં આવશે. ખરેખરમાં, ગયા મહિને સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ પછી, ઈંખઋ પાકિસ્તાનને 3 બિલિયન ડોલરની લોન આપવા માટે સંમત થઈ ગયું હતું.