બીજી એપ્રિલથી રહેણાંક-કોમર્શીયલ સહિત તમામ પ્રોપર્ટીની કિંમત વધારવા બિલ્ડર સંગઠન ક્રેડાઈ-ગુજરાતનો નિર્ણય
સ્ટીલ-સિમેન્ટ સહિત બાંધકામમાં વપરાતી તમામે તમામ ચીજો મોંઘી થયાની દલીલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના ભૌગોલિક ટેન્શન વચ્ચે તમામે તમામ ચીજોમાં મોટો ભાવવધારો છે ત્યારે હવે આવતા દિવસોમાં મકાન-તૈયાર પ્રોપર્ટી પણ મોંઘી બનશે. બિલ્ડર લોબી દ્વારા બાંધકામમાં સ્કવેરફુટ દીઠ રૂા.400 થી 500નો ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે.
ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા મથતા લોકોને વધુ નાણાં ચુકવવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે બિલ્ડરોના સંગઠન ક્રેડાઈ ગુજરાતે બાંધકામ કિંમતમાં પ્રતિ સ્કવેર ફુટ રૂા.400થી500નો વધારો કરવાનું જાહેર કર્યુ છે. સ્ટીલ, સિમેન્ટ સહિત તમામ રો-મટીરીયલ્સમાં મોટો ભાવવધારો થયો હોવાથી મકાન-ફલેટ-કોમર્સીયલ સહિતની તમામ પ્રોપર્ટીમાં ભાવવધારાનું નકકી કરાયુ છે. ક્રેડાઈ ગુજરાતમાં રાજયના 40 શહેરોના બિલ્ડર એસોસીએશન સામેલ છે. ભાવવધારો રાજયવ્યાપી લાગુ કરવાનો ક્રેડાઈ ગુજરાતની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.ક્રેડાઈ ગુજરાતના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે સ્ટીલ તથા સિમેન્ટના ભાવમાં અસાધારણ વધારો થયો છે અને તેના કારણે બિલ્ડરોનું નફા માર્જીન ધોવાઈ ગયું છે. અત્યાર સુધી મોટાભાગના બિલ્ડરોએ ખર્ચ બોજ સહન કરી લીધો હતો અને પ્રોપર્ટીમાં ભાવવધારો
ટાળ્યો હતો.


