નવા ગામતળ વિસ્તારના 3 ખેતિવાડી સહિત 13 લોકોએ દબાણ કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.22
તાલાલા તાલુકાનાં વિરપુર ગીર ગામે નવા ગામતળ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાને કારણે આ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોને પારાવાર પડતી મુશ્કેલી દૂર કરવા નવા ગામતળ વિસ્તારમાં થયેલ દબાણો દૂર કરવા આ વિસ્તારના રહીશ નિલેશભાઈ લખમણભાઇ રાઠોડે મુખ્યમંત્રી ફરીયાદ નિવારણ સમિતીમાં ફરીયાદ કરી હતી જેનાં અંતર્ગત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની સંયુક્ત ટીમો દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી જેના અંતર્ગત નવા ગામતળ વિસ્તારમાંથી ખેતિ વિષયક સહિતના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે.આજે ત્રણ ખેતિવાડી દબાણો દૂર કરવામાં આવ્યા છે.બાકી રહેતા વાડી સહિતના દબાણો દૂર કરવા કામગીરી ચાલું છે.દબાણ હટાવ ઝુંબેશ આવતીકાલેપણચાલુરહેશે.