11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરતા કલેક્ટર
સોમનાથ મંદિર પરિસર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં ઉજવણી થશે: જિલ્લામાં બે લાખથી વધુ લોકો યોગમાં જોડાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.20
‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીના સંદર્ભમાં વેરાવળ પ્રાંત ઓફિસ ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કલેક્ટરએ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ માધ્યમોના પત્રકારઓને અવગત કરાવ્યાં હતાં.
કલેક્ટરએ જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું આ સ્થળ આઈકોનિક પ્લેસ છે. જેમાં 21મી જૂનના રોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર પરિસર પાસે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ યોગ દિવસ નિમિત્તે શાળા-કોલેજો, આઇ.ટી.આઇ. વગેરે જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો, શાળાઓ-કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગો, નાગરિકો, યોગસાધકો સહિત નાગરિકો ઉપસ્થિત રહેશે. આંતરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવવામાં આવશે જિલ્લામાં તાલુકા મથકો પર અને નગરપાલિકા કક્ષાએ સમાંતર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમોમાં ગુજરાત રાજ્ય યોગબોર્ડના માસ્ટર યોગ ટ્રેઇનરો યોગ અભ્યાસ કરાવશે. સમગ્ર જિલ્લામાંથી આશરે 2 લાખ લોકો યોગાભ્યાસ કરશે એમ એમણે ઉમેર્યું હતું.