ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી ધારાસભા ચૂંટણી બાદ બન્ને રાજયોમાં સરકારની રચનાની પ્રક્રિયા તેજ થઈ છે અને હરીયાણા તા.17 ના રોજ ફરી નાયબસિંહ સૈની સરકાર શપથ લેશે જેની ઔપચારીકતા પુરી કરવાની કામગીરી શરૂ થઈ છે
- Advertisement -
તો જમ્મુ-કાશ્મીરમાં નેશનલ-કોન્ફરન્સ અને કોંગ્રેસની સંયુકત સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થાય તે હેતુથી અહીં રાષ્ટ્રપતિ-શાસન હટાવી લેવાયું છે.હવે આ સપ્તાહમાં જ નેશનલ કોન્ફરન્સનાં નેતા પદે ઉમર અબ્દુલ્લાને ચૂંટી કાઢીને અને તેઓ મુખ્યમંત્રીના શપથ લેશે જયારે ફકત 6 બેઠક જીતવામાં સફળ રહેલી કોંગ્રેસ માટે સરકારમાં જોડાવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોવાનો મત છે. કરી છે જેમાં તેમને નેશનલ કોન્ફરન્સ ઉપરાંત કોંગ્રેસ-સામ્યવાદી પક્ષ ઉપરાંત આમ આદમી પાર્ટીનાં એક અને ત્રણ અપક્ષોનો ટેકો હોવાનું દર્શાવ્યુ છે અને સંભવત બુધવારે ઉંમર અબ્દુલ્લા શપથ લેશે.