યુક્રેન યુદ્ધ પછી ભારતની પહેલી મુલાકાત: રશિયન વિદેશ મંત્રીએ કહ્યું – તૈયારીઓ થઈ રહી છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે ભારત પ્રવાસે આવશે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની મુલાકાત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, તેમણે આ મુલાકાત કયા મહિને કઈ તારીખે થશે તે જાહેર કર્યું નથી. લાવરોવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ રશિયાની તેમની પહેલી વિદેશ યાત્રા કરી હતી. હવે અમારો વારો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત સરકારનું આમંત્રણ સ્વીકાર્યું છે. રશિયન વિદેશ મંત્રીએ ’રશિયા અને ભારત: એક નવા દ્વિપક્ષીય એજન્ડા તરફ’ શિખર સંમેલન દરમિયાન આ નિવેદન આપ્યું હતું. આ બેઠકનું આયોજન રશિયન ઇન્ટરનેશનલ અફેર્સ કાઉન્સિલ (છઈંઅઈ) દ્વારા કરવામાં આવ્યું હતું. રશિયન રાષ્ટ્રપતિ પુતિન 06 ડિસેમ્બર 2021ના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ માત્ર 4 કલાક માટે ભારત આવ્યા હતા. આ દરમિયાન, ભારત અને રશિયા વચ્ચે 28 કરારો પર હસ્તાક્ષર થયા.
- Advertisement -
તેમાં લશ્ર્કરી અને ટેકનોલોજી કરારો હતા. બંને દેશોએ 2025 સુધીમાં 30 અબજ ડોલર (2 લાખ 53 હજાર કરોડ રૂૂપિયા)ના વાર્ષિક વેપારનું લક્ષ્ય રાખ્યું હતું. ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પુતિનની આ પહેલી ભારત મુલાકાત હશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે 2030 માટે નવા આર્થિક રોડમેપને આગળ ધપાવશે તેવી અપેક્ષા છે. ભારત અને રશિયાએ તેમના દ્વિપક્ષીય વેપારને વાર્ષિક 100 અબજ ડોલરથી વધુ કરવા સંમતિ દર્શાવી છે. હાલમાં, બંને દેશો વચ્ચે લગભગ 60 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર છે. રશિયાએ ગયા વર્ષે 9 જુલાઈના રોજ મોસ્કોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ’ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ’થી નવાજ્યા હતા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે તેમનું સન્માન કર્યું હતું. રશિયાએ ગયા વર્ષે 9 જુલાઈના રોજ મોસ્કોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ’ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ’થી નવાજ્યા હતા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે તેમનું સન્માન કર્યું હતું. માર્ચ 2023માં, ઈંઈઈ એ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. યુક્રેનમાં બાળકોના અપહરણ અને દેશનિકાલના આરોપોના આધારે કોર્ટે પુતિનને વોર ક્રાઈમ માટે જવાબદાર ઠેરવ્યા હતા. આ પહેલી વાર હતું જ્યારે ઈંઈઈ એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ઞગજઈ)ના કાયમી સભ્ય દેશના ટોપ નેતા સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું. અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ ઞગજઈના કાયમી સભ્યો છે. ત્યારથી પુતિન અન્ય દેશોની મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ગયા વર્ષે તેઓ ૠ20 સમિટમાં હાજરી આપવા માટે ભારત આવ્યા નહોતા. તેણે આ વર્ષે બ્રાઝિલમાં યોજાઈ રહેલા ૠ20 સમિટમાં પણ ભાગ લીધો નથી. તેમના સ્થાને, વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ બંને કાર્યક્રમોમાં હાજરી આપી હતી.