રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આજથી પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનના પાંચ દિવસીય પ્રવાસ પર જશે. રાષ્ટ્રપતિ ભવને આ વિશે એક નિવેદન આપીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ મુર્મૂ 18થી 23 દિવસ સુધી ત્રણ રાજ્યોના પ્રવાસ પર રહેશે. આ દરમ્યાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા જશે.
આઇઆઇટી ખડગપુર જશે દ્રૌપદી મુર્મૂ
નિવેદનમાં જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ 18 ડિસેમ્બરના પશ્ચિમ બંગાળમાં આઇઆઇટી ખડગપુરના 69માં દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. ત્યાર પછી તેઓ તેલંગણાના સિંકદરાબાદમાં રાષ્ટ્રપતિ નાલયમ પહોંચશે. મુર્મૂ 19 ડિસેમ્બરના હૈદરાબાદ પબ્લિક સ્કૂલ સોસાયટીના શતાબ્દી સમારોહમાં સામેલ થશે.
- Advertisement -
હેન્ડીક્રાફ્ટ વર્કરો સાથે મુલાકાત કરેશ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 20 ડિસેમ્બરના તેલંગણાના પોચમપલ્લીમાં હાથ વાણાટ અને ઇકાઇની સાથે વસ્ત્ર મંત્રાલયના થીમ મંડપની મુલાકાત લેશે. તેઓ આ અવસર પર હાથવણાટ વર્કરો સાથે વાતચીત પણ કરશે. આ દિવસે તેઓ સિંકજરાબાદમાં એમએનઆર એજ્યુકેશનલ ટ્રસ્ટાના સ્વર્ણ જયંતી સમારોહમાં સામેલ થશે.
એટ હોમ રિસેપ્શનની મહેમાનગતિ માણશે
21 ડિસેમ્બરના રાષ્ટ્રપતિ મુર્મૂ રાષ્ટ્રપતિ નિલાયમમાં વિભિન્ન પરિયોજનાઓનું ઉદ્ધાટન કરશે. તેઓ 22 ડિસેમ્બરના રાષ્ટ્રપતિ નિલયમમાં રાજ્યના પ્રમુખ નાગરિકો અને શિક્ષણવિદો સહિત અનેક મહાનુભવો માટે એક એટ હોમ રિસેપ્શનની મહેમાનગતિ કરશે.