ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા અધ્યક્ષ પણ હાજર રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીના નેતૃત્વમાં મોદી 2.0 કેબિનેટ માટે ડિનરનું આયોજન કર્યું હતું. જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક એક્સ પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદાય લઈ રહેલા કેન્દ્રીય મંત્રી પરિષદ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાત્રિભોજનનું આયોજન કર્યું.
- Advertisement -
રાષ્ટ્રપતિ ભવન અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળા મંત્રી મંડળની સલાહ પર 17મી લોકસભાને ભંગ કરી દીધી છે. જણાવી દઈએ કે, ગઈકાલે યોજાયેલી ગઉઅની બેઠકમાં સર્વસમંતિથી નરેન્દ્ર મોદીને NDAના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. આજે NDAના નેતાઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.