પૂર્વ રાષ્ટ્રપતિઓ એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલે અનુક્રમે 8 જૂન, 2006 અને નવેમ્બર 25, 2009ના રોજ પુણે નજીકના લોહેગાંવ ખાતે એરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર એરક્રાફ્ટમાં ઉતરાણ કર્યું હતું.
ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ભારતીય વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ ‘રાફેલ’માં ઉડાન ભરી હતી. આ સાથે તેણે નવો રેકોર્ડ બનાવ્યો. રાષ્ટ્રપતિ 29 ઓક્ટોબર, બુધવારે હરિયાણાના અંબાલામાં એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય હવાઈદળના અંબાલા એરફોર્સ સ્ટેશન પરથી અતિ આધુનિક રાફેલ લડાયક વિમાનમાં ઉડયા હતા. આ સાથે તેઓ હવાઈદળના આ આધુનિક વિમાનમાં ઉડનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે.
- Advertisement -
રાષ્ટ્રપતિને રાફેલ વિમાનની દિલધડક ઉડાન કરાવનાર પાઈલોટ પણ એક મહિલા હતા અને 20 મીનીટ સુધી રાષ્ટ્રપતિએ આ ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ આ એરફોર્સ સ્ટેશન પર ઓપરેશન સિંદુર સમયે બહાદુરી બતાવનાર હવાઈદળના જવાનોને સન્માનીત કરાશે. રાષ્ટ્રપતિને આગમન સમયે હવાઈદળના વડા અમરપ્રીતસિંઘ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. અગાઉ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી સિંહ પાટીલે 2009માં સુખોઈ વિમાનમાં ઉડાન ભરી હતી.
જયારે દ્રૌપદી મુર્મુની લડાયક વિમાનમાં આ બીજી સફર છે. અગાઉ તેઓએ 2023માં આસામના તેજપુર હવાઈદળ મથક પરથી સુખોઈ-30 એમકેઆઈ વિમાનમાં ઉડાન ભરી હતી. દેશના સૈન્યના સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિનું અંબાલા એરફોર્સ બેઈઝ પર ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરાયુ હતું.
ભારતના રાષ્ટ્રપતિ, જેઓ દેશમાં સર્વોચ્ચ બંધારણીય પદ ધરાવે છે, તે ભારતની ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર પણ છે.
- Advertisement -
દેશના સર્વોચ્ચ બંધારણીય પદ ધરાવતા ભારતના રાષ્ટ્રપતિ ભારતની ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર પણ છે. ભારતીય વાયુસેના માટે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટર જેટ ખરીદવામાં આવ્યું છે. એરફોર્સ બાદ હવે ભારતીય નેવી માટે પણ રાફેલ ખરીદવામાં આવી રહ્યા છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે ‘રાફેલ મરીન’ ફાઈટર પ્લેન્સની ડીલ ફાઈનલ થઈ ગઈ છે. આ રાફેલ મરીન એરક્રાફ્ટની ખરીદી માટે સરકાર-થી-સરકાર વચ્ચેનો સોદો છે.
આ ડીલ હેઠળ ફ્રાન્સ ભારતીય નૌકાદળને 26 મરીન (M) વર્ગના રાફેલ વિમાનોની સપ્લાય કરશે. અંતિમ સોદા અનુસાર, ફ્રાન્સ દ્વારા ભારતીય નૌકાદળને 26 રાફેલ મરીન ફાઇટર જેટ આપવામાં આવશે. જેમાંથી 22 ફાઈટર જેટ સિંગલ સીટર હશે. તે જ સમયે, તાલીમ રાફેલ એરક્રાફ્ટના ચાર ટ્વિન-સીટર વેરિઅન્ટ પણ નેવીને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)એ નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 Rafale-M ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી હતી. સીસીએસની આ મંજૂરી બાદ આ ડીલ કરવામાં આવી હતી. (ઇનપુટ-IANS)




 
                                 
                              
        

 
         
         
        