વાયબ્રન્ટ ગુજરાત-2024ને લઈ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેને પગલે આજે વાયબ્રન્ટ ગુજરાત વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોગો તેમજ વેબસાઈટ અને એપ્લિકેશનનું લોંચિંગ કરવામાં આવ્યું હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 10 થી 12 જાન્યુઆરી 2024 ના રોજ યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટની 10 મી આવૃત્તિની વેબસાઈટ, મોબાઈલ એપ અને બ્રોશરનું આજે ગાંધીનગર ખાતે લોન્ચિંગ કર્યું હતું.
- Advertisement -
વર્ષ 2024 માં યોજાનાર વાયબ્રન્ટ સમિટની 10મી આવૃત્તિ માટે ગુજરાત પૂર્ણ સજ્જ છે. સમિટના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકાર ઉદ્યોગગૃહોની સાથે અત્યારથી જ MoU કરી રહી છે. આ ઉપરાંત, સમિટ અગાઉ અન્ય પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી… pic.twitter.com/eVgsvjIUaE
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 20, 2023
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે મીડિયાને જણાવ્યું હતું કે વિતેલા બે દાયકામાં આ સમિટ નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ માત્ર ભારતમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં વૈશ્વિક વેપાર માટેનો બેન્ચમાર્ક બની ગઈ છે.