સોમનાથ ટ્રસ્ટના સભ્યોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ ટ્રસ્ટ દ્વારા તા.3 થી 7 નવેમ્બર દરમિયાન યોજાવાનો હોય, જેની તૈયારીઓ શરૂ થઈ ગઇ છે. મેળા મેદાનની મુલાકાત જનરલ મેનેજર તથા ટીમ સોમનાથના સભ્યોએ લીધી હતી.પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સાનિધ્યે ચાલુ વર્ષે 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે. છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ અને નિયંત્રણને કારણે મેળો યોજાયો ન હતો.1955ના વર્ષથી પ્રતિ વર્ષ આ મેળો યોજાય છે.જેમાં વ્યાપારી સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ચકડોળ, મોતનો કૂવો, વિવિધ રાઇડસ અને ખાનપાનના સ્ટોલ તથા પ્રેરણાદાયક પ્રદર્શનો યોજાય છે.જેની તૈયારીના ભાગ રૂપે ટ્રસ્ટના મેનેજર તથા ટીમ દ્વારા મેદાનની મુલાકાત કરી નિરીક્ષણ કરાયું હતું.