ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આવતીકાલે રવિવારે રામનવમીના પવિત્ર દિવસે સવારે 6 કલાકે આત્મિય યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સાયક્લોફનનું આયોજન કરાયું છે ત્યારે તમામ તૈયારી પૂર્ણ કરાઇ છે. ફિટ ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના ઉદેશને ચરિતાર્થ કરવા આ વર્ષે થીયા થીયરી ઓફ એજ્યુકેશન પ્રસ્તુત રોટરી મીડટાઉન દ્વારા કોર્પોરેશન, સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ, રાજકોટ સાયકલ ક્લબ, આત્મિય યુનિવર્સિટી, રાજકોટ શહેર પોલીસ, સદભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી 21 કિ.મી ની સાયક્લોફનનું ભવ્ય આયોજન થયું છે. આયોજકોએ ભાગલેનારા સાયકલીસ્ટો માટે ખાસ સુચનો જાહેર કર્યા છે.
- Advertisement -
સાયક્લોફનના આયોજકોના જણાવ્યા મુજબ, તમામ સાયકલિસ્ટોએ પોતાની સાથે પાણીની બોટલ રાખવી તેવા આગ્રહ સાથે ખાસ સુચના અપાઇ છે. આ સાયકલોફનમાં લોકોની સલામતી માટે રાજકોટ પોલીસનો સ્ટાફ ખડે પગે રહી ફરજ બજાવશે. સ્પર્ધકોએ સવારે 6 વાગે અચૂક હાજર રહેવાનું છે જ્યારે 6.30 કલાકે સ્પર્ધાને ફ્લેગ ઓફ કરી દેવાશે. સ્પર્ધાનો રૂટ પણ જાહેર કરી દેવાયો છે. રસ્તામાં સ્પર્ધકો માટે તમામ સપોર્ટ સીસ્ટમ રહેશે જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.
આવતીકાલે રવિવારે સવારે 6 કલાકે આત્મીય યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પહોંચી જવું, 6.30 ફ્લેગ ઓફ કરાશે: સાયકલીસ્ટે સાથે પાણીની બોટલ ખાસ રાખવી, રસ્તામાં તમામ સપોર્ટ સીસ્ટમ રહેશે
દર વર્ષની જેમ આ વર્ષે તમામ સાયકલીસ્ટોને એકઠા કરીને રસ્તાઓ પર સાયકલ રાઈડિંગનું રાજકોટ રોટરી ક્લબ ઓફ મીડટાઉન દ્વારા આયોજન કરવામાં આવ્યું હોય તેમાં સૌને ઉત્સાહ બેવડાયો છે. તમામ સાયકલીસ્ટોને ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા ભાવભરી અપીલ કરવામાં આવી છે. સ્પર્ધકો માટે તમામ રૂટ પર રાજકોટ પોલીસ અને 108 મેડીકલ ઇમરજન્સીની સુવિધા ઉપલબ્ધ રહેશે.
- Advertisement -
સ્પર્ધકો માટે 21 કિ.મી.નો સાયક્લોફનનો રૂટ આ મુજબ રહેશે
આત્મિય યુનિવર્સિટીથી શરૂ
કે.કે.વી સર્કલ
રૈયા સર્કલ
શિતલ પાર્ક સર્કલ
અયોધ્યા સર્કલ પહોંચી યુ-ટર્ન
નાણાવટી સર્કલ
નાનામોવા સર્કલ
મવડી સર્કલ
પુનિત નગર સર્કલ પહોંચી ફરી યુ-ટર્ન
ઉમિયા સર્કલ
કે.કે.વી સર્કલ
આત્મિય યુનિવર્સિટી