મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારી ઝડપથી ચાલી રહી છે. મોતીલાલ નેહરૂ સ્ટેડિયમમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 2,000 લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિશાળ મંચ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યાં પ્રદેશના મોટાભાગના નેતાઓ અને દિગ્ગજો હાજર રહેશે. તેમજ ભાજપના કાર્યકર્તા અને સામાન્ય લોકો પણ સામેલ થશે.
મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહને લઇને બધઆ આધિકારિક પ્રોગ્રામ ચાલુ થશે. પ્રારંભિક જાણકારી અનુસાર, બપોરે 12 વાગ્યો ડો. મોહન યાદવ મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે. 14 ડિસેમ્બરના રોજ કમુરતા લાગે જેથી આવતા મહીના સુધી શુભ કાર્ય બંધ રહેશે. એવામાં 13 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીની સાથે ઉપ મુખ્યમંત્રી અને કેટલાક મંત્રીઓ શપથ લેશે. નવા સીએમના નામની જાહેરાત પછી મોહન યાદવને રાજ્યપાલ મંગૂભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પહેલા જ શિવરાજ સિંહ ચતૌહાણે પોતાનું રાજીનામું રાજ્.પાલને આપ્યું હતું.
- Advertisement -
લાલ પરેડ મેદાનમાં ત્રણ હેલીપૈડ બનાવવામાં આવી રહ્યા છે
મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે કેન્દ્રિય મંત્રી અને મુખ્યમંત્રી સામેલ થશે. આ સિવાય લાલ પરેડમાં ત્રણ હેલીપેડ બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં વરિષ્ઠ નેતાઓના હેલિકોપ્ટર ઉતરશે. જણાવી દઇએ કે, સીએમના નમાની જાહેરાત થયા પછી ડો. મોહન યાદવે કહ્યું હતું કે, તેઓ શિવરાજ સરકારના કામોને આગળ વધારવાનો પ્રયત્ન કરશે. તેઓ ભાજપના સિપાહી છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે, જે પોતાના કાર્યકર્તાઓની જાણકારી રાખે છે.