-સર્વોચ્ચ અદાલતના નિવૃત મહિલા ન્યાયમૂર્તિને સભ્યપદે રખાશે
મણીપુર મુદે સુપ્રીમકોર્ટે હવે એક ઉચ્ચસ્તરીય તપાસ કમીટી રચવાની તૈયારી કરી છે. આજે સર્વોચ્ચ અદાલતમાં સરકારે સુપ્રીમ કોર્ટના મોનેટરીંગ હેઠળ તપાસની તૈયારી બતાવતા બાદમાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના નિવૃત મહિલા ન્યાયમૂર્તિ પણ આ કમીટીમાં સામેલ હશે અને અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાંતો પણ હશે. સુપ્રીમમાં સરકાર પાસે આ અંગે નામ માંગ્યા છે જયારે આ કેસમાં પ્રતિનિધિત્વ કરતા ધારાશાસ્ત્રીઓ દ્વારા સુચવાયેલ નામ ફગાવી દીધા હતા.
- Advertisement -
આ અગાઉના અહેવાલ મુજબ મણીપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર તરીકે કરવામાં આવેલી પરેડ તથા ગેંગરેપ સહિતની ઘટનાઓમાં સરકારે સુપ્રીમકોર્ટની મોનેટરીંગમાં તપાસની તૈયારી દર્શાવી છે. વિપક્ષો દ્વારા એક તરફ મણીપુર મુદે જે રીતે સંસદ માથે લેવાઈ છે તથા બીજી તરફ વિપક્ષી સાંસદોની ટીમ બે દિવસ મણીપુર જઈને જે રીપોર્ટ તૈયાર કર્યા છે તે પણ નવા વિવાદ સર્જે તેવી ધારણા છે તે વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી સમયે મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠે નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે જે વિડીયો સામે આવ્યો છે
તે એક માત્ર ઘટના નથી પણ આ પ્રકારની અનેક ઘટનાઓ બની છે. આપણે મહિલા સામે હિંસા રોકવામાં વ્યવસ્થા જ બદલવી પડશે. 3 મે ના મણીપુરમાં ઘટના બની છે તે પછી અનેક ઘટનાઓની એફઆઈઆર નોંધાઈ છે. જો કે સર્વોચ્ચ અદાલતે તેની સમક્ષ થયેલી અરજીમાં જણાવ્યું કે અમારી પાસે કોઈ રેકોર્ડ નથી પણ બન્ને પક્ષોની રજુઆત બાદ કોઈ નિર્ણય લેશું. સુનાવણી સમયે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ ઈચ્છે તો તેના મોનેટરીંગ હેઠળની તપાસ યોજવાની તૈયારી છે.
અમારે કોઈ વાંધો નથી. વરિષ્ઠ ધારાશાસ્ત્રી જયસિંહે માહિતી આપતા કહ્યું કે કેન્દ્રના સ્ટેટસ રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં 559 એફઆઈઆર નોંધાઈ છે. જેમાં અનેક મહિલાઓ સામે યૌન હિંસાની પણ છે પણ કેટલી આગજની કે હત્યા સંબંધીત છે તે સ્પષ્ટ કરાયુ નથી. તેઓએ કહ્યું કે જયાં સુધી દુષ્કર્મનો મામલો છે તો મહિલાઓ સામેથી તેમાં ફરિયાદ કરવા ભાગ્યે જ આવે છે. આપણે તેનામાં વિશ્ર્વાસ પેદા કરવો પડશે. મણીપુરમાં બન્ને પિડિત મહિલાઓએ પણ સુપ્રીમમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -