બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન કુલ 200 200માર્કની પરીક્ષા લેવામાં આવશે: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે નોટિફિકેશન જાહેર કર્યુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 25 મે 2025ના રોજ મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી હતી. જેની ઓએમઆર બેઝ્ડ પ્રાથમિક પરીક્ષા આગામી 14 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન કુલ 200 માર્કની પરીક્ષા લેવામાં આવશે. જેનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા બી તબક્કાની મુખ્ય પરીક્ષાના પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે લાયક ઠરેલા ઉમેદવારોના ન્યુનતમ ગુણવત્તા ધોરણો જાળવીને કૂલ ગુણના આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. જ્યારે પ્રિલિમ્સ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને મેઈન્સ પરીક્ષા આપવા દેવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષા (200 ગુણ, 3 કલાક)
ગુજરાતી: 20 ગુણ
અંગ્રેજી: 20 ગુણ
રાજનીતિ, જાહેર વહીવટ,
અર્થશાસ્ત્ર: 30 ગુણ
ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો,
ભૂગોળ, : 30 ગુણ
પર્યાવરણ, વિજ્ઞાન અને
ઇન્ફોર્મેશન ટેકનોલોજી: 30 ગુણ
વર્તમાન પ્રવાહો: 30 ગુણ
ગણિત અને રીઝનિંગ: 40 ગુણ
મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક)
પેપર 1: ગુજરાતી ભાષા
(100 ગુણ, 3 કલાક)
પેપર 2: અંગ્રેજી ભાષા
(100 ગુણ, 3 કલાક)
પેપર 3: સામાન્ય અભ્યાસ
(150 ગુણ, 3 કલાક)