દાનની રકમ બીજા કેટલાંક ટ્રસ્ટીઓ પચાવી ગયા! : બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના છેલ્લાં વીસ વર્ષોનાં આર્થિક વ્યવહારોની તપાસ માટે સમિતિ બનાવવી જરૂરી
ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં બૂટ-ચપ્પલ અને મોબાઈલ સાચવવાનાં પૈસા ઉઘરાવાય છે!
ગુજરાતના એકપણ મંદિરમાં દર્શનાર્થીઓ પાસેથી બૂટ-ચપ્પલ અને મોબાઈલ સાચવાના પૈસા લેવામાં આવતા નથી પરંતુ બેટ-દ્વારકા ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં દર્શનાર્થીઓ પાસેથી બૂટ-ચપ્પલ અને મોબાઈલ સાચવાના પાંચ રૂપિયા ઉઘરાવાય છે! એટલું જ નહીં આ પૈસા ઉઘરાવનાર બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટ પાસે આ અંગેનો કોઈ હિસાબ નથી. પાંચ રૂપિયાની એક પાવતી પણ આપવામાં આવતી નથી. દર્શનાર્થીઓ પાસેથી બૂટ-ચપ્પલ અને મોબાઈલ સાચવાના બદલે લીધેલા પૈસાનો હિસાબ અને એ પૈસા ક્યાં ઉપયોગમાં લેવાયા છે તેની માહિતી પણ બેટ-દ્વારકા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસે નથી. આખરે આ પૈસા જાય છે ક્યાં એ સમીર પટેલ અને તેના આર્થિક-વહિવટી કૌભાંડના સાથ દિનેશ બદીયાણી જ જણાવી શકે.
- Advertisement -
સરકારી ગ્રાન્ટ મંદિરની પેટીમાં નહીં સમીર પટેલની તિજોરીમાં જાય છે?
2001ના ભૂકંપથી લઈ 2022માં આજની તારીખ સુધીમાં બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટને કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ મળી છે પરંતુ આ સરકારી ગ્રાન્ટ મંદિરની પેટીમાં નહીં સમીર પટેલની તિજોરીમાં જાય છે. મંદિરના બાંધકામ અને વિકાસાર્થે ગુજરાત ટુરિઝમ અને યાત્રાધામ બોર્ડમાંથી કરોડો રૂપિયા બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટને મળ્યા છે છતાં આજ સુધી તે ગ્રાન્ટમાંથી એકપણ રૂપિયાના વિકાસ કામો થયા નથી. છેલ્લા વીસ વર્ષમાં મંદિરમાં ક્યાય પણ કોઈપણ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હોય કે સુવિધા આપવામાં આવી હોય એ જોઈ શકાતું નથી. બેટ-દ્વારકા મંદિરના વિકાસ કાર્યો માટે મળેલી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ સમીર પટેલ ઓળવી ગયા છે, તો દાતાઓ તરફથી મળતા ખાનગી દાનની રકમ બીજા કેટલાંક ટ્રસ્ટીઓ અને ઇન્ચાર્જ દિનેશ બદીયાણી પચાવી રહ્યા છે. જો આ વાત વાસ્તવિક ન લાગે તેવી હોય તો બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના છેલ્લાં વીસ વર્ષોનાં આર્થિક વ્યવહારોની તપાસ કરવા માટે સરકારે એક સમિતિ નીમવી જોઈએ અને બેટ-દ્વારકા મંદિરમાં ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદીયાણીએ આર્થિક – વહિવટી કૌભાંડ કર્યું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ.
બેટ-દ્વારકા મંદિરના કિંમતી દાગીનાઓનું આજ સુધી અવલોકન પણ થયું નથી!
- Advertisement -
વર્ષોથી અમદાવાદના લોકરમાં દાગીનાઓ પડ્યા છે, ટ્રસ્ટીઓએ જોયા નથી, શું ખરેખર દાગીનાઓ લોકરમાં જ પડ્યા છે કે કેમ?
મંદિર પરિસરમાં જ્યાં જુઓ ત્યાં ગાય, કુતરા સહિતના ઢોરનો ત્રાસ ઉપરાંત ઠેર-ઠેર ગંદકીના ગંજ
હીરા જડીત ઝવેરાતો અને સુવર્ણના અલંકારો સમીર પટેલે લઈ તો નથી લીધાને?
આશરે પચાસ વર્ષથી કોઈપણ પ્રકારના કારણ વગર ભગવાન દ્વારકાધીશજીને ધરાવાતા હીરા જડીત ઝવેરાતો અને સુવર્ણના અલંકારો અમદાવાદની એક રાષ્ટ્રીયકૃત બેંકના લોકરમાં રાખવામાં આવ્યાં છે. આ ખજાના પર બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલની ગંદી નજર છે એ જગજાહેર બાબત છે અને તે બેટ-દ્વારકા મંદિરનો ખજારો જે લોકરમાં રાખવામાં આવ્યો છે તેને ખોલવામાં પણ માંગે છે આ દરમિયાન એવું ચર્ચાય રહ્યું છે કે, વરસો પૂર્વે અમદાવાદમાં રાખી દેવાયેલા બેટ-દ્વારકા મંદિરના ખજાનાના દર્શન ક્યારેય કોઈ ટ્રસ્ટીઓએ કર્યા નથી, શું ખરેખર બેટ-દ્વારકા મંદિરનો ખજાનો લોકરમાં જ છે કે કેમ? ક્યાંક ભૂતકાળમાં ભગવાન દ્વારકાધીશના હીરા જડીત ઝવેરાતો અને સુવર્ણના અલંકારો સમીર પટેલે લઈ તો નથી લીધાને? આવા ગંભીર આક્ષેપો પણ અમદાવાદના ટ્રસ્ટી સમીર પટેલ સામે થઈ રહ્યા છે. એક ખાસ મહત્ત્વની બાબત એ પણ છે કે જો દાગીના સ્થાનિક કક્ષાએ લાવવામાં આવે તો દિવાળી અને જન્માષ્ટમીના દિવસોમાં હીરા જડીત ઝવેરાતો અને સુવર્ણના અલંકારો ભગવાન દ્વારકાધીશને ધરાવી પણ શકાય પરંતુ તેના બદલે અમદાવાદમાં મૂકી રાખવાનું અમદાવાદના ટ્રસ્ટી સમીર પટેલનું વલણ શંકા ઉપજાવનાર છે. બીજી મહત્ત્વની બાબતે એ છે કે કરોડો રૂપિયાના દાગીના હોવા છતાં ક્યારેય આ દાગીનાનું અવલોકન પણ થયું નથી!
સમીર પટેલને ટ્રસ્ટના પ્રમુખ સૌરભ પટેલનું પીઠબળ
બેટ-દ્વારકા મંદિરમાં ટ્રસ્ટીસ્થાનેથી સમીર પટેલ દ્વારા થઈ રહેલા આર્થિક – વહિવટી કૌભાંડ દરમિયાન જાણવા મળ્યું છે કે, સમીર પટેલને પોતાની જ જ્ઞાતિના એક ભાજપ નેતા અને પૂર્વ મંત્રી સૌરભ પટેલનું પીઠબળ છે. સૌરભ પટેલ બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે પરંતુ તેઓ બેટ-દ્વારકા મંદિરમાં રસ લેતા નથી. પૂર્વ મંત્રીને વારંવાર વિદેશ જવાનું હોવાથી તેમણે પોતાના ખાસ ગણાતા સમીર પટેલને તમામ પ્રકારનું પીઠબળ પૂરું પાડી બેટ-દ્વારકા મંદિરનું સંચાલન કરવા માટે છૂટોદોર આપ્યો છે. બેટ-દ્વારકા મંદિરના કથળી ગયેલી વ્યવસ્થા પાછળ ક્યાંકને ક્યાંક સમીર પટેલને પીઠબળ પૂરું પાડનાર ભાજપ નેતા અને પૂર્વ મંત્રી સૌરભ પટેલ પણ જવાબદાર છે.
બ્રાહ્મણોને ચોર કહેનારા સમીર પટેલ સામે કાર્યવાહી કરવા જવાબદાર તંત્રને સૂચના આપતું ઈખઘ
તાજેતરમાં યાત્રાધામ બેટ-દ્વારકા મંદિરમાં દર્શનાર્થે આવેલા મહેમાનો દ્વારા બ્રાહ્મણોને 500 રૂ. જેટલું ચોખાદાન આપવામાં આવી રહ્યું હતું ત્યારે બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલે બ્રાહ્મણોને ચોર કહ્યા હતા અને મહેમાનોને ચોખાદાન ન આપવા જણાવ્યું હતું. સમીર પટેલે બ્રાહ્મણોને ચોર કહેવાના મામલે ભૂદેવો દ્વારા વિરોધ દર્શાવી, સમીર પટેલ માફી સાથે રાજીનામુ આપે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર ઠેરઠેર આપવામાં આવ્યું હતું અને સમીર પટેલ વિરુદ્ધ અરજી પણ આપવામાં આવી હતી. આ અરજી અને આવેદનપત્રના સંદર્ભમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બ્રાહ્મણોને ચોર કહેનારા સમીર પટેલ સામે કાર્યવાહી કરવા જવાબદાર તંત્રને સૂચના આપવામાં આવી છે.