આરોગ્ય વિભાગની અક્ષમ્ય બેદરકારી આવી બહાર
દર્દીઓને ઉપયોગમાં લેવાના ઓટોમેટિક એનેલાઈઝર, ECG મશીન, ટીબી ટેસ્ટિંગ મશીન, 23 CBC મશીન, 6 કેમિકલ એનેલાઈઝર સહિતના સાધનો બંધ હાલતમાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રની અક્ષમ્ય બેદરકારી પ્રકાશમાં આવી છે. આરોગ્ય કેન્દ્રમાં કિંમતી મેડિકલ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. અહીં છેલ્લા 6 મહિનાથી જુદા-જુદા સાધનો મગાવીને મૂકી રાખવામાં આવ્યા છે. મેડિકલ સાધનોનો લાભ દર્દીઓ સુધી નથી પહોંચ્યો.
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓટોમેટિક એનેલાઈઝર, ઊઈૠ મશીન, ટીબી ટેસ્ટિંગ મશીન, 23 ઈઇઈ મશીન, 6 કેમિકલ એનેલાઈઝર સહિતના અન્ય સાધનો ખરીદવામાં આવેલા છે પરંતુ મોટાભાગના સાધનો હજુ પણ બંધ જ પડ્યા છે. મીડિયા દ્વારા આ અંગેનું કારણ પૂછવામાં આવતાં આરોગ્ય કેન્દ્રએ વીજ વોલ્ટની ખામીના કારણે મેડિકલ સાધનો બંધ હોવાનું કારણ આગળ ધર્યું છે. આરોગ્ય કેન્દ્રના આવા જવાબથી સવાલ એ થઈ રહ્યો છે કે સાધનો લાવતા પહેલા કેમ વીજળીના પોઈન્ટ લેવામાં નહોતા આવ્યા?
- Advertisement -
એટલું જ નહીં પરંતુ આરોગ્ય કેન્દ્રને છેલ્લા 6 મહિનાથી કોઈ ઈલેક્ટ્રીશીયન જ નથી મળ્યો? વીજળીનો પ્રશ્ર્ન ઉકેલવામાં કેમ આટલા મહિના લાગી ગયા? મેડિકલ સાધનોનો લાભ દર્દીઓ સુધી ક્યારે પહોંચશે જેવા પ્રશ્નો બધાના મનમાં ઉઠી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મંગાવવામાં આવેલા મેડિકલના મહિનાઓથી ધૂળ ખાઈ રહેલા કિંમતી સાધનો ઉપયોગમાં લેવાઈ એ અંગે ઘટતું કરવું જરૂરી છે.