પ્રયાગરાજ પોલીસની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. પોલીસે 12 વર્ષના કેન્સરના દર્દીને એક દિવસ માટે જિલ્લાના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) બનાવ્યા હતા.
પ્રયાગરાજ પોલીસે એક એવું કામ કર્યું છે કે લોકો કરવા લાગ્યા પ્રસંસા. પોલીસે 12 વર્ષના કેન્સરના દર્દીને એક દિવસ માટે જિલ્લાના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) બનાવ્યા હતા. ADG(પ્રયાગરાજ ઝોન) પ્રેમ પ્રકાશે જણાવ્યું હતું કે કેન્સરથી પીડિત હર્ષ દુબેનું મનોબળ વધારવા માટે આવું કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી આ છોકરાને એક બોડી કિટ પણ ભેટમાં આપવામાં આવી હતી. એડીજીની ખુરશી પર બેસીને 12 વર્ષના કિશોરે પોલીસની કામગીરી અંગે સવાલો પૂછ્યા હતા અને દસ્તાવેજો પણ જોયા હતા. આ સાથે ફરજ પરના પોલીસ અધિકારીઓએ પણ તેમને સલામી આપી હતી. ટોચના પોલીસ અધિકારીઓએ નાના એડીજી સાથે તસવીરો પણ પડાવી.
- Advertisement -
12 વર્ષનો છોકરો કેન્સર સામે લડી રહ્યો છે
હર્ષના પિતા સંજય દુબે ઈ-રિક્ષાના ચાલક છે. એડીજી પ્રેમ પ્રકાશે જણાવ્યું હતું કે, “જ્યારે મને શહેરમાં કેન્સરના દર્દીઓની મદદ કરતા સામાજિક કાર્યકરો દ્વારા કેન્સરથી પીડિત 12 વર્ષીય છોકરાની દુર્દશા વિશે જાણ થઈ, ત્યારે મેં સગીર છોકરાનું મનોબળ વધારવા માટે આ પગલાં લેવાનું નક્કી કર્યું. હર્ષે પોતાના કાર્યાલયમાં એડીજીના હોદ્દાના પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવતા તમામ કામો કર્યા હતા.
12 साल के कैंसर पेशेंट हर्ष दुबे का उत्साह वर्धन के लिए @PremPrakashIPS के द्वारा बाड़ी किट देने के साथ ही एक दिन का एडीजी ज़ोन प्रयागराज बनाकर व बच्चे का मनोबल बढ़ाया गया। #UPCM #UPPolice pic.twitter.com/cRqZtT705I
— ADG zone Prayagraj (@ADGZonPrayagraj) July 3, 2022
- Advertisement -
પોલીસ અને ડોકટરોનો માન્યો આભાર
તેમના પિતાએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તેમના પુત્રની સારવાર કરી રહેલા ડોકટરોની ટીમ અને સામાજિક કાર્યકર પંકજ રિઝવાણીનો તેમના પુત્રને પોઝીટીવ વાઇબ્સ સાથે ઝડપથી સાજા થવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો બદલ આભાર માન્યો હતો. ડોકટરોની ટીમે પણ બાળકના પૂર્ણ સારવારની સહાયતાનું આશ્વાસન આપ્યું
યોગ્ય સમયે સારવારે કેન્સર મટી શકે છે
કમલા નહેરુ હોસ્પિટલના સિનિયર ઓન્કોલોજિસ્ટ અને છોકરાની સારવાર કરી રહેલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા બી પોલે જણાવ્યું હતું કે, કેન્સરના દર્દીઓમાં ધીરજ અને હિંમત હોવી જોઈએ. કેન્સરને અસાધ્ય રોગ કહેવામાં આવે છે, પરંતુ જો યોગ્ય સમયે યોગ્ય સારવાર આપવામાં આવે, તો દર્દીમાં કેન્સર મટાડી શકાય છે.