જિલ્લા પંચાયતમાં પ્રવિણાબેન રંગાણીએ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી તેના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકાસલક્ષી કામગીરીની ઝાંખી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ સોંપેલ જવાબદારીને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે એક વર્ષની વિકાસલક્ષી કામગીરીની ઝાંખી રજુ કરવામાં આવી છે ત્યારે ‘ગામ સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ના મંત્રને સાકાર કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી સતત પ્રજાજનોની વચ્ચે રહીને રાજકોટ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં વિવિધ કામગીરી કરી છે. રાજકોટ જિલ્લા પંચાયતના 15માં નાણાપંચ (10%) બચત પરની રકમના વ્યાજની આવકમાંથી ગ્રીન એનર્જીના ભાગરૂપે જિલ્લાની 75 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ રાયડી, થાણાગાલોલ, વીરનગર, આણંદપર (નવાગામ), સતાપર, લોધિકા એમ કુલ રાજકોટ જિલ્લાના 6 ગામ પસંદ કરવામાં આવ્યા. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષણનું સ્તર સુધારવા ગુણોત્સવ કાર્યક્રમના ભાગરૂપે 296 શાળાઓમાં શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16550 બાળકોને બાલવાટિકા તથા ધોરણ 1માં નવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો જેમકે સમાજ કલ્યાણ વિભાગ, બાંધકામ વિભાગ, પશુપાલન વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સિંચાઈ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ઉછઉઅ વિભાગ, છઞઉઅ, પાણી પુરવઠા બોર્ડ, જિલ્લા મહેસુલ તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર વિકાસ કાર્યો કરવામાં આવ્યા અને રાજકોટ જિલ્લા પંચાયતના તમામ વિભાગો તથા પદાધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભો ગ્રામ્ય વિસ્તારની જનતાના છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવ્યા.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાગીરીએ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સોંપેલ જવાબદારીનું એક વર્ષ પૂર્ણ થતાં મારા એક વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રભારી મંત્રી, કેબિનેટ મંત્રી, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદેદારો તથા જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીઓ તથા સદસ્યો, જિલ્લા પંચાયતના વહીવટી તંત્રના અધિકારીઓ તથા રાજકોટ જિલ્લાનાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા તરફથી ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે જે બદલ બધાનો હૃદયપૂર્વક આભાર પ્રવિણાબેન રંગાણી વ્યક્ત કર્યો હતો.