સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્ર્વાસને વરેલી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનાં સફળ 2 વર્ષ : રાજુભાઈ ડાંગર-પી. જી. કિયાડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંડારેલ વિકાસ પથ પર જેમના નેતૃત્વ હેઠળ ગુજરાત અવિરત અને સર્વાંગી વિકાસ કરી રહ્યું છે અને જેમના વ્યક્તિત્વને મોદી મૃદુ અને મક્કમ તરીકે ઓળખાવે છે એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમયબદ્ધતા, પ્રતિબદ્ધતા, કાર્યનિષ્ઠા, પ્રજાભિમુખતા અને સમર્પણની ભાવના થકી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ ત્યારથી આજ સુધી એટલે કે આ સ્વર્ણિમ સફર દરમિયાન ભૂપેન્દ્રભાઈએ કદી પાછળ વળીને જોયું નથી. સતત-સખત કામગીરીની વ્યસ્તતા સાથે પ્રજાભિમુખ અભિગમ તેમણે જાળવ્યો છે. પ્રગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રીના આ બીજા કાર્યકાળના બે વર્ષ રાજ્યના ભવિષ્યના સોનેરી પથ રૂપે આકારિત થયાં છે.
ગુજરાતનું સૌભાગ્ય છે કે આપણને એવા મુખ્યમંત્રી મળ્યા છે
જેમને પંચાયતથી લઈ એસેમ્બલી સુધીનો 25 વર્ષનો અનુભવ છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત પ્રગતિનાં નિત નવાં શિખરો સર કરી રહ્યું છે. જોગાનુજોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બીજા કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને મુખ્યમંત્રી રાજકોટ જિલ્લા પંચાયતના નવા અને આધુનિક બિલ્ડિંગના તથા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારી રહ્યા હોઈ મુખ્યમંત્રીનું રાજકોટ ખાતે સમગ્ર જિલ્લા પંચાયત પરિવાર વતી હાર્દિક સ્વાગત તથા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેન પી. જી. કિયાડા, શાસક પક્ષ નેતા સવિતાબેન ગોહેલ, દંડક વિરલભાઈ પનારાએ જણાવ્યું હતું.