ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રસ્થાન ગ્રુપ તથા પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ રૂપે 75માં ગણતંત્ર દિવસની સોરઠની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે પ્રસ્થાન ગ્રુપના ઉપપ્રમુખ હરેશભાઇ પોશીયા તથા સંસ્થાના પ્રમુખ કેવલભાઈ ત્રિવેદીની આગેવાનીમાં ધ્વજારોહણ, ઘ્વજવંદન તથા રાષ્ટ્રગાન સાથે ઉજવણી કરવામાં આવી હતી આ તકે ઉપસ્થિત સ્થાનિક રહેવાસીઓ સંસ્થાના શુભેચ્છકો તથા દેશપ્રેમી જનતા દ્વારા કરાયેલ ’વંદે માતરમ’, ’ભારત માતા કી જય’, ’જય જવાન – જય કિસાન’ના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની રહ્યું. સર્વે દેશવાસીઓને 75માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.