‘વેવ્ઝ’ની એન્ટ્રી સાથે OTT પ્લેટફોર્મ પર સ્પર્ધા વધી: ગોવામાં IFFI ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં લૉન્ચિંગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પ્રસાર ભારતીએ 55મા IFFI ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. વેવ્ઝ નામના આ પ્લેટફોર્મમાં 65 લાઈવ ચેનલો સહિત અનેક સુવિધાઓ હશે.
પ્રસાર ભારતીએ તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને OTT પ્લેટફોર્મની શરૂઆત વિશે માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે-પ્રસાર ભારતીએ IFFI ખાતે WAVES OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું! પ્લેટફોર્મનો ટાર્ગેટ અને ક્ધટેમ્પરેરી પ્રોગ્રામિંગનું સમૃદ્ધ મિશ્રણ ઓફર કરીને એડવાન્સ ડિજિટલ વલણોને અપનાવીને જૂની યાદો તાજી કરવાનો છે.
પોસ્ટમાં પ્રસાર ભારતીએ વેવ્ઝની સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી છે. વેવ્ઝમાં વિડિયો ઓન ડિમાન્ડ, ફ્રી-ટુ-પ્લે ગેમિંગ, રેડિયો ઓનલાઈન સ્ટ્રીમિંગ, લાઈવ ટીવી સ્ટ્રીમિંગ, 65 લાઈવ ચેનલ્સ, વીડિયો અને ગેમિંગ ક્ધટેન્ટ હશે. આ સુવિધાઓ 12 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ હશે. પ્રસાર ભારતી અનુસાર, વેવ્ઝનો ડિજિટલ અનુભવ અદ્યતન અને અનુભવ-મૈત્રીપૂર્ણ યુઝર ઇન્ટરફેસ સાથે ભારતીય સિદ્ધાંતોને જોડે છે.
OTTના આ યુગમાં OTT પ્લેટફોર્મની ભરમાર પહેલેથી જ છે. Netflix, Jio Cinema, Prime Video, Disney Plus Hotstar, Zee5 જેવા Sony Liv પ્લેટફોર્મ સબસ્ક્રીપ્શન સાથે લોકોની પસંદ બન્યા છે. તાજેતરમાં Jio સિનેમા અને Hotstar એકસાથે મર્જ થઈ JioStar.com બની ગયા છે. હવે માર્કેટમાં વેવ્ઝની એન્ટ્રી બાદ આ OTT પ્લેટફોર્મ માટે સ્પર્ધા વધી છે.