વ્યસતતા વચ્ચે પણ ઈનામ વિતરણ માટે ઉપસ્થિત રહ્યા
રસપૂર્વક નવી પેઢીનાં ખેલૈયાઓની કળા માણી, આયોજનની પ્રશંસા કરી
- Advertisement -
CP, DCP-ઝોન-2નો પણ ઉમદા સહયોગ
ખાસ-ખબર સંવાદદાતા
તારીખ 14 ઓક્ટોબરની રાત્રે રેસકોર્સનાં સહિયર મેદાનમાં યોજાયેલા ખાસ-ખબર તથા કર્ણાવતી ક્લબના વન-ડે દાંડિયાના આયોજનમાં રાજકોટ પોલીસનો અપ્રતિમ સહકાર મળ્યો હતો. તારીખ 14ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ પણ હતી અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ અનેક સંવેદનશીલ વિસ્તાર આવે છે. તેમ છતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયાએ આયોજકોની સુરક્ષા અને સીસીટીવી વગેરેની બાંહેધરીને ખ્યાલમાં રાખી દાંડિયા માટે મંજૂરી આપી હતી. એટલું જ નહીં, ખેલૈયાઓનો અને આયોજકોનો ઉત્સાહ વધારવા તેઓ આયોજકોનાં આમંત્રણને માન આપી સ્વયં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા, સલામતી વગરેની વ્યવસ્થાનું જાત નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ દાંડિયારાસ નિહાળીને નવી પેઢીનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો.
- Advertisement -
રાજકોટ CP રાજુ ભાર્ગવ તથા DCP દેસાઈનો પણ સહયોગ
તા. 14 ઓક્ટોબરે એક તરફ ભારત-પાકિસ્તાન મેચને કારણે આ આયોજન પર કાળા વાદળો ઘેરાયા હતાં. બીજી તરફ ખેલૈયાઓ ગરબે ઘૂમવા-ઝૂમવા થનગની રહ્યાં હતાં. આવી સ્થિતિમાં કમિશનર રાજુ ભાર્ગવ અને ડેપ્યુટી કમિશનર દેસાઈએ વચલો રસ્તો કાઢીને આયોજનને મંજૂરી આપી જબરી કૂનેહ દાખવી હતી.
અત્યંત વ્યસતતા વચ્ચે પણ ઈનામ વિતરણ માટે ઉપસ્થિત રહ્યા P.I. ગોંડલિયા
શહેરનું એક મહત્વપૂર્ણ પોલીસ સ્ટેશનના કર્તાહર્તા-બોસ હોવાનાં નાતે પી.આઈ. મેહુલ ગોંડલિયા અત્યંત વ્યસ્ત હોય તે સ્વાભાવિક છે. તેઓએ જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આયોજકોે પ્રેમપૂર્વક તેમને ઈનામ વિતરણ કરવા રોકાવા માટે આગ્રહ કર્યો હતો અને માત્ર ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા તેઓ એ માટે સંમત થયા હતા અને તેમનાં હાથે ઈનામ વિતરણ કરાયું હતું.