ખાસ-ખબર સંવાદદાતા
સાતમ આઠમના તહેવારને લઈને રાજકોટ ઝૂ અને રામવનમાં પણ હકડેઠઠ ભીડ જોવા મળી હતી. ત્યારે 17 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધી પ્રદ્યુમન પાર્કની પાંચ દિવસમાં 68 હજાર લોકોએ મુલાકાત લીધી હતી અને મહાનગરપાલિકાને 17,66,765 લાખની આવક થઈ છે. જ્યારે રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ હોવાથી ત્યાં છેલ્લા ત્રણ દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. જ્યારે 28 ઓગસ્ટ સુધી રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ આપનાર છે.
રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલું છે.
- Advertisement -
હાલ જન્માષ્ટમીના તહેવારોના અનુસંધાને ઝૂ ખાતે રાંધણ છઠ થી દસમ સુધીના (તા.17/08/2022 થી તા.21/08/2022 સુધી) પાંચ દિવસમાં કુલ 68,000 સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.17,66,765ની આવક થઈ હતી. તહેવારોને ધ્યાને રાખી ગત શુક્રવાર જન્માષ્ટમીના દિવસે પણ ઝૂ મુલાકાતીઓ માટે શરૂ રાખવામાં આવ્યું હતુ.
જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ઝૂ ખાતે ત્રણ માસ પહેલા જન્મ થયેલ 2 સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ બન્ને ખેલતા કુદતા સફેદ વાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા