રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બે મહિલાઓ દેશી દારૂની પોટલી સાથે હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે જ પ્ર.નગર પોલીસ હરકતમાં આવી હતી અને પીએસઆઈ દ્વારા પીધેલી બંને મહિલાને પકડી હોસ્પિટલમાં ચેકિંગ હાથધરવામાં આવ્યું હતું
માહિતી મુજબ હોસ્પિટલમાં ગઇકાલે સવારના સમયે બે મહિલાઓ પીધેલી દેશી દારૂની પોટલીઓવેચી પોત પીધેલી હાલતમાં વાણીવિલાસ કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થતાં જ પ્ર.નગર પોલીસ હરકતમાં આવી હતી અને પીઆઇ ભાર્ગવ ઝણકાટની સૂચના હેઠળ મહિલા પીએસઆઈ સહિતની ટીમ હમવમ હોસ્પિટલમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પીધેલી બંને મહિલાને હસ્તગત કરવામાં આવી હતી અને સાથો સાથ હોસ્પિટલના દરેક વિભાગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.