ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા માન્ય રેફરી ભાઈઓ તથા બહેનો માટે લેવલ-8 સેમિનારનું આયોજન તા. 16-5થી તા. 19-5 દરમિયાન પોલીસ હેડ કવાર્ટર, રાજકોટ ખાતે પ્રેક્ટિકલ તથા થિયરી રેફરી ક્લિનિકનું આયોજન ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે. આ સેમિનાર ગુજરાત પોલીસના પોલીસ સબઈન્સ્પેકટર વિષ્ણુભાઈ ચૌહાણ દ્વારા લેવામાં આવશે. જેઓ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના માન્ય ઈન્સ્ટ્રક્ટર તેમજ નેશનલ રેફરી છે. આ સેમિનારને સફળ બનાવવા માટે એસોસિએશનના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા તથા એસોસિએશનના સભ્યો તેમજ પોલીસ હેડ કવાર્ટરના અનિલભાઈ દવે તથા અસ્લમ બ્લોચ જહેમત ઉઠાવી રહ્યા છે.