નવા કલેક્ટરે જણાવ્યું કે, એઈમ્સ સહિતના પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ થાય તેના ઉપર ધ્યાન આપવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે નવા પ્રભવ જોશીએ ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ છોડતા સમયે અરુણ મહેશ બાબુ ભાવુક થયા હતા અને આંખમાંથી આંસુ સરી પડ્યા હતા જયારે નવા કલેકટરે અગાઉ રાજકોટમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે કામ કર્યું હોવાથી ભૌગોલિક સ્થિતિથી વાકેફ હોવાના કારણે સારી રીતે કામ કરી શકશે અને લોકોના સ્વાસ્થ્યની પ્રથમ પ્રાયોરિટી સાથે તેઓ આગળ કામ કરશે તેવું જણાવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની ઞૠટઈકના ખઉ તરીકે બદલી કરવામાં આવી છે જયારે રાજકોટના નવા કલેકટર તરીકે પ્રભવ જોશીની નિમણુંક કરવામાં આવી છે. પ્રભવ જોશી જેઓ ભૂતકાળમાં વર્ષ 2016થી 2018 સુધી રાજકોટમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા.
આ સાથે ગુજરાતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સમાન એઇમ્સ હોસ્પિટલના પ્રોજેક્ટમાં જમીન સંશોધનની કામગીરીમાં તેઓ જોડાયેલ હતા અને આજે આ જગ્યા પર એઇમ્સ હોસ્પિટલ નિર્માણ થતા આંનદની લાગણી સાથે વધુ સારી રીતે કામ ઝડપભેર આગળ વધે તે માટે પ્રાયોરિટી સાથે કામ કરવામાં આવશે. પ્રભવ જોશીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી મહત્વના પ્રોજેક્ટ રાજકોટમાં ચાલી રહ્યા છે આ પ્રોજેક્ટ ઝડપભેર સમયસર સારી રીતે બને તેનું ધ્યાન રાખવામાં આવશે સાથે જ સરકારની આરોગ્ય અને શિક્ષણલક્ષી યોજનાઓ સહીત લાભાર્થી સારી રીતે ઉપયોગ કરી શકે તે મારી પ્રથમ પ્રાયોરિટી રહેશે. સ્વાસ્થ્ય સેવા મારુ અંગત લક્ષ્ય છે રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો સારવાર લેવા આવતા હોય છે માટે લોકોને આરોગ્યની સેવા સારી રીતે મળી રહે તે માટે કામ કરવામાં આવશે.