‘કલ્કિ 2898 એડી’ રિલીઝ થઇ છે અને આ ફિલ્મ બનાવવા માટે ખૂબ જ મોટું બજેટ ફાળવવામાં આવ્યું હતું. એમ છતાં એક્ટર્સે તેમની ફિલ્મની ફીમાં ઘટાડો કર્યો હતો જેથી ફિલ્મની ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે.
પ્રભાસ એક ફિલ્મ માટે 150 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, પરંતુ અંદાજે 600 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે તેણે 80 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આ ફિલ્મ દ્વારા તેલુગુમાં ડેબ્યુ કરનાર દીપિકાએ તેના સુમતિના પાત્ર માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે. અશ્ર્વત્થામાના પાત્ર માટે અમિતાભ બચ્ચને પણ 20 કરોડ ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે.
- Advertisement -
કમલ હાસનનું આ ફિલ્મમાં નાનકડું, પરંતુ મહત્વનું પાત્ર છે અને એ માટે તેમને પણ 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાની ચર્ચા છે. દિશા પાટણીને તેના પાત્ર માટે બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમ જ તેના પાત્રને લઇને ખૂબ જ સીક્રેટ રાખવામાં આવ્યું છે.
આ સાથે જ ફિલ્મમાં જેટલી પણ મહેમાન ભૂમિકા છે તેમને કેટલી ફી આપવામાં આવી છે એ વિશે કોઇ માહિતી જાહેર કરવામાં નથી આવી.