ઊનામાંથી તલવાર સાથે એક ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ SOG
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.8
ગીર સોમનાથ એસ.ઓ.જી પો.ઇન્સ. જે.એન.ગઢવી,પો.સબ ઇન્સ. પી.જે.બાટવા ના માર્ગદર્શન અનુસાર તા.05/07/2024 ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ.ઇબ્રાહીમશા બાનવા તથા પો.હે.કો. એચ.બી.ચાવડા તથા પો.કો.ધર્મેન્દ્રસિહ ગોહીલ સહિત પો.સ્ટાફ ઉના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,
- Advertisement -
દરમ્યાન વાલજી પોલાભાઇ રાઠોડ, ઉવ.23 રહે.રાણવશી તા.ઉના વાળો ઇસમે હથિયાર સાથે સોશ્યલ મિડીયામાં ફોટો અપલોડ કરેલ હોય જેને રાણવશી ગામે પ્રાથમીક શાળાની સામે રોડ ઉપરથી હથીયાર સાથે પકડીપાડી આરોપી વિરૂધ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં જી.પી.એ.135 મુજબ ગુન્હો રજી. કરાવેલો હતો.