’તાનાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મથી બોલીવૂડમાં દિગદર્શન તરીકે પદાર્પણ કરનારા ફિલ્મમેકર ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ ઘણા સમયથી ચર્ચામાં છે.
ફિલ્મમાં બાહુબલી ફેમ પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રામાયણ આધારિત આ ફિલ્મ ’આદિપુરુષ’ વર્ષ 2023ની 12મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તે પહેલા ઓમ રાઉતે રામનવમીના દિવસે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી પ્રેક્ષકોની ઉત્સુક્તા વધારી દીધી. એક્ટર પ્રભાસના આકર્ષક મોશન પોસ્ટરમાં તે પહેલી વખત ભગવાન રામ તરીકે જોવા મળી રહ્યો છે.’આદિપુરુષ’માં ભગવાન શ્રીરામના રોલમાં પ્રભાસ, રાવણના રોલમાં સૈફ અલી ખાન જ્યારે ક્રિતિ સેનન સીતા માતાના રોલમાં જોવા મળશે. ત્યારે પ્રભાસના એક ફેને તેઓને ભગવાન શ્રીરામ તરીકે રજૂ કરતા કેટલાંક પોસ્ટર્સ બનાવ્યા છે.
- Advertisement -
આ પોસ્ટર્સમાં એક્ટર પ્રભાસ ભગવાન શ્રીરામના રોલમાં જોવા મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, પ્રભાસે પોતાની અપકમિંગ ફિલ્મ ’આદિપુરુષ’ માટે 150 કરોડ રુપિયા ફી લીધી છે!’આદિપુરુષ’ના ડિરેક્ટર ઓમ રાઉતે કહ્યું હતું કે… આ ફિલ્મમાં અસત્ય પર સત્યની જીત દર્શાવવામાં આવશે. પ્રભાસનું પોસ્ટર રિલીઝ કરતા ડિરેક્ટરે લખ્યું કે ઉછળતો વીરતાનો સાગર, છલકતું વાત્સ્લય, જન્મ થયો પ્રભુ શ્રીરામનો, નાચી ઉઠ્યા દરેક જન ઘર નગર.