9 ઓગસ્ટે રક્ષાબંધન હોવાથી લોકો અગાઉ રાખડી મોકલતા હોય છે ત્યારે સર્વર ડાઉન થતા લાંબી લાઈનો લાગી
સવારે ટોકન લઇને ઉભા રહેતા ગ્રાહક સર્વર ડાઉનની કલાકો સુધી પરેશાન: આજે રાખડી આપવા આવેલા લોકોને સોમવારે આવવાનું કહ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
9 ઓગસ્ટે સ્નેહ અને પવિત્રતાના પ્રતિક સમાન રક્ષાબંધનનો પાવન પર્વ છે. ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક ગણાતા આ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતભરની બહેનો દ્વારા પોતાના ભાઈઓ માટે રાખડીઓ મોકલવામાં આવી રહી છે. આ રાખડી દેશમાં તેમજ વિદેશમાં સમયસર પહોંચે તે માટે બહેનો રાજકોટની હેડ પોસ્ટ ઓફિસથી લઈ વિવિધ બ્રાન્ચ પર જઈ રહી છે. જો કે પોસ્ટ ઓફિસમાં સર્વર ડાઉન હોવાથી બહેનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાખડી મોકલવા માટે ઓનલાઈન સિસ્ટમ ઠપ્પ હોવાથી ધરમનો ધક્કો થઈ રહ્યો છે. ગઈકાલે બપોરે હેડ પોસ્ટ ઓફિસ ખાતે સર્વર ડાઉન હતું ત્યારે આજે યુનિવર્સિટી રોડ પર આવેલી પોસ્ટ ઓફિસનું સર્વર ડાઉન હોવાથી બહેનોને તેમના ભાઈને રાખડી મોકલવામાં હાલાકી પડી રહી છે. ત્યારે રાખડી મોકલવા માટે એક બહેને કહ્યું હતું કે, રાજકોટની હેડ પોસ્ટ ઓફિસમાં ગઈકાલે સર્વર ડાઉન થયું હોવાથી આજનું કહેવામાં આવ્યું અને આજે પણ ધક્કા ખવડાવવામાં આવ્યા. આજે પણ ટોકન આપ્યું. આવી રીતે લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે