2010 સાલ બાદ જન્મેલી પેઢીઓના માતાપિતા લાચાર છે? કે ઝડપી વિકસિત થતી મોબાઇલ/ટેબ્લેટ ટેક્નોલોજી બાળકોની રગોમાં દોડી રહી છે
તાજેતરના વર્ષોમાં સમાજમાં એક વાત સ્પષ્ટ જોવા મળી છે, 2010 પછીની પેઢી ઘણીવાર પાગલ જેવી અને અણસમજવા જેવી હરકતો કરતી લાગી રહી છે. આ પેઢી ઉટપટાંગ, તોફાની, જિદ્દી થઈ ચૂકી છે. જાણે માં-બાપનો ડર તેમાં ખતમ થઈ ગયો છે.
સાયકોલોજિસ્ટોનું માનવું છે કે આનો મોટો ભાગ ડિજિટલ ટેકનોલોજી, ખાસ કરીને સ્માર્ટફોન અને ટેબ્લેટ સાથે સમય વિતાવવાથી થાય છે. આ પેઢીનો લગભગ 90% સમય યુટ્યુબ, યુટ્યુબ શોર્ટ્સ અને મલ્ટીમીડિયા પર પસાર થાય છે.
નાના બાળકો જ્યારે રોવે, જીદ્દ કરે અથવા તોફાન મચાવે, ત્યારે ઘણીવાર માતા-પિતા તરત તેમને મોબાઇલ આપી દે છે. યૂટ્યુબ પર ચલાવવામાં આવતી કાર્ટૂન્સમાં રંગબેરંગી શોર્ટ, રીલ્સ વિડિઓ અને અજીબ હરકતો કરતી જોવા મળે છે, જે શિસ્ત, મર્યાદા અથવા શિક્ષણના વિચારને પ્રોત્સાહન નથી આપતા. પરિણામે, બાળક તરત શાંત થઈ જાય, પરંતુ તેની વિચારશક્તિ અને ઇચ્છા શક્તિ પર નકારાત્મક અસર પડે છે.
સાયકોલોજિસ્ટોનું માનવું છે કે, સતત આવા હાઇપરનીંગ રંગબેરંગી હાઇપર-એડિટ વિડિઓ હાઇપર-એનિમેટેડ અને બદલાતા રંગો સાથેના વિડીયો જોવાને કારણે, બાળક બુદ્ધિહિપ્નોટાઇઝ થઈ જાય છે. તેમનો સહકાર્યક્ષમ ધ્યાનઘટિત થઈ જાય છે, તેઓ લાંબા ગાળે એકાગ્ર રહી શકતા નથી, અને મનોવૃત્તિ તોફાનભરી બની જાય છે. મોબાઇલ વિના એક સેક્ધડ પણ બગાડવાનું સહન નથી કરી શકતા, અને પોતાની ઇચ્છા મુજબની દુનિયા બનાવવાની તીવ્ર જિદ્દ દેખાડતા હોય છે.
અહીં તુલનાની જોતા, 2000 પછી જન્મેલી પેઢી, પણ મોર્ડન વસ્તુઓ સાથે મોટી થઈ, તેમને પણ મોર્ડન ટેકનોલોજી મળી હતી, પરંતુ આ 10 વર્ષના અંતરમાં 2010 પછી બાળકોની પેઢી કરતાં 2000 ની પેઢીએ વધુ ભિન્નતા અનુભવી. હમારી પેઢી ટીવી સાથે મોટી થઈ, જેમાં ડિસ્કવરી ચેનલ, નેશનલ જિયોગ્રાફી, હિસ્ટ્રી ચેનલ અને શિક્ષણાત્મક કાટૂન્સનો સમાવેશ થતો. ઉદાહરણ તરીકે, ડોરેમોન કાર્ટૂનમાં ભવિષ્યના વિચારો અને સમસ્યાઓના ઉકેલનો અભ્યાસ અપાયો. આવા કાર્ટૂન્સ બાળકોને કલ્પનાશક્તિ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને નોલેજ આપતા, તેમને મજબૂત અને સ્વતંત્ર બનાવતા.
વિશ્વસનીય સાયકોલોજિસ્ટોના અભિપ્રાય અનુસાર, બાળકોને યોગ્ય ગાઇડન્સ, શિક્ષા અને મર્યાદા સાથે મલ્ટીમીડિયા એક્સપોઝર આપવું જરૂરી છે. જ્યારે માત્ર રંગબેરંગી, હાઇપર-એનિમેટેડ અને શિસ્ત વિના વિડીયો જેમાં કોઈ જ્ઞાન શિક્ષા નથી અને તોફાન કરતા બાળકો દેખાડવામાં આવે છે, ત્યારે તે બાળકના વિચારો, વર્તન અને વ્યક્તિત્વ પર ગંભીર અસર કરે છે.અને બાળપણમાં જ આંખની દ્રષ્ટિ અને નંબર વાળા ચશ્મા વહેલી સમયે આવી શકે છે. અને બાળકોમાં હાઇપર ટેન્શન,વધુ પડતું વિચારવું , દુ:ખી રહેવું , તણાવ એકલતા પણું, વડીલો પ્રત્યે આદર સન્માન ગુમ થવું, માં બાપ ખિજાયતો સામું બોલવું , માં બાપનો ડર ખતમ થવો વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે.
અંતમાં, 2010 પછીની પેઢી માટે માતા-પિતાઓ અને શિક્ષકો માટે મહત્વપૂર્ણ સંદેશ એ છે કે મોબાઇલ કે યૂટ્યુબ માત્ર બાળકને શાંત કરવા માટેના સાધન ન બને, પરંતુ તેને જ્ઞાન, શિસ્ત અને ભવિષ્ય માટેના વિચાર માટે માર્ગદર્શન આપનાર સાધન બનાવવું જોઈએ. બાળકોને મજબૂત, સમજદાર અને સશક્ત બનાવવા માટે પ્રેરણાત્મક અને શિક્ષણાત્મક સામગ્રી આપવામાં આવવી જોઈએ.
તમને અમારી વાતો પર વિશ્વાસ ન આવે તો તમે તમારા બાળકને મોબાઇલ ફોન આપી તમે પોતે અધ્યયન કરજો કે તમારું બાળક જે વસ્તુ મોબાઇલ ફોન માં સ્ક્રોલ કરતા કરતા જે વસ્તુ જોવે છે એમાં કોઈ પણ જાતની શિક્ષા કે જ્ઞાન આપવા માં આવે છે.? તમે પોતે તમારા બાળકની બાજુમાં બેસીને અધ્યયન કરો. તમને સમજમાં આવશે કે સત્ય શું છે. તમારું બાળક કોઈ પણ તાર્કિક કાર્ય વિનાના વિડિઓઝ જોવે છે.કે જેમાં એક એક રમકડા આમ થી આમ કૂદકા મારે છે. નાના નાના છોકરાઓ તોફાન કરે છે. એવા વિડિઓઝ જોવે છે. મારી નમ્ર વિનંતી છે. કે વાલીઓ પોતે અધ્યયન કરે અને જોવે કે તમારું બાળક ખરેખર મોબાઇલ ફોન માંથી જ્ઞાન મેળવે છે કે ફાલતુ વિડિઓઝ જોવે છે ને બસ એક એક સેક્ધડ એ બસ શોર્ટ અને રીલ્સ સ્ક્રોલ કરે છે.
મારા પરિવારનો ઉદાહરણ આપું તો મારા પરિવારમાં પણ ઘણા એવા નાના બાળકો છે કે જેની આંગળીઓ હિપ્નોટાઈઝ થઈ ચૂકી છે મોબાઇલ ફોન હાથમાં ન હોવા છતાંય તેની આંગળી જાણે રીલ્સ અને શોર્ટ્સ સ્ક્રોલ કરતા હોય તેવી હરકતો કરે છે.
2000 સાલની પેઢી અને 2010 પછીની પેઢી બંને પેઢીઓ ટેક્નોલોજી યુગ સાથે જન્મી છે પણ આ 10 વર્ષના પેઢી ગેપ માં પણ હાથી ઘોડાનો અંતર જોવા મળે છે.



