ગુજરાતના ઇતિહાસમાં પોરબંદરનો રેકોર્ડ – સૌથી નાની ઉમરે કાયદા ડીન બનનાર ડો. વિજયસિંહ સોઢા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાનું નામ ઉજ્જવળ કરતી એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિમાં, ડી.ડી. કોટીયાવાલા મ્યુનિ. લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. વિજયસિંહ સોઢાની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BNMU) ની કાયદા વિદ્યાશાખાના ડીન તરીકે વરણી કરવામાં આવી છે. ડો. વિજયસિંહ સોઢા પોરબંદર અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.
- Advertisement -
તેઓ UGC NETઅને Ph.D. પૂર્ણ કરનારા ગુજરાતના અમુક વિલક્ષણ વિદ્વાનોમાંની એક છે. કાયદા ક્ષેત્રે 8 વર્ષનો પ્રેક્ટિસ અને ઉચ્ચ શિક્ષણના અનુભવી, ડો. સોઢા હાઈકોર્ટ અને જિલ્લા કક્ષાએ પણ કાયદાની પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તરીકેના કાર્યકાળમાં, ડો. સોઢાએ કોલેજને અનેક સિદ્ધિઓ સુધી પહોંચાડી. તેમની મહેનતથી કોલેજમાં LL.M. (માસ્ટર ઓફ લો) અભ્યાસક્રમ શરૂ કરાયો, જેના કારણે પોરબંદરના વિદ્યાર્થીઓ માટે ઘેર બેસી ઊચ્ચ કાયદાનું શિક્ષણ મેળવી શકવાનું શક્ય બન્યું. આ સાથે તેઓ પોરબંદરના એકમાત્ર ઙવ.ઉ. ગાઈડ છે અને હાલમાં બે વિધાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી રહ્યા છે. તાજેતરમાં, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા અનેક કાયદા કોલેજો માટે પ્રવેશ અને સનદ સંબંધિત મુદ્દાઓ ઊભા થયા હતા. અન્ય કોલેજોએ કેસ દાખલ કર્યા, જયારે ડો. સોઢાએ તેમની ઉંડાણભરી સમજશક્તિ અને પ્રેક્ટિકલ નોલેજ દ્વારા BCIના ચેરમેન મનોજકુમાર મિશ્રા સાથે સીધી ચર્ચા કરી. તેઓએ પોરબંદર અને જૂનાગઢની કાયદાની તમામ કોલેજો માટે પ્રવેશ અને સનદની સમસ્યા ઉકેલીને વિદ્યાર્થીઓ માટે નવી રાહ ખોલી. કાયદા અને ન્યાયની પહોંચ દરેક વર્ગ સુધી પહોંચે તે માટે, ડો. સોઢાએ પોરબંદર ડીસ્ટ્રીક્ટ કોર્ટના સેક્રેટરી જજ એસ.એચ. બામરોટીયા અને ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસના માર્ગદર્શન હેઠળ મફત કાનૂની સેવા કેન્દ્ર શરૂ કર્યું.