સુરત ખાતે છ મહિનાથી છુપાઈ રહેતો હતો, પેરોલ-ફર્લો સ્કવોડની કાર્યવાહી: ભોગ બનનારાને મેડિકલ તપાસ માટે મોકલાયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના જાવર વિસ્તારની એક સગીરાનું છ મહિના પહેલાં અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના અનુસંધાને પેરોલ-ફર્લો સ્કવોડે સગીરા અને અપહરણ કરનાર યુવાનને રાણાવાવ ખાતેથી ઝડપી પાડ્યા છે. ત્યારબાદ ભોગ બનનારાને મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પર છૂટેલા તથા ફરાર આરોપીઓ, કેદીઓ અને અપહરણ-શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ખાસ સૂચના આપી હતી. આ સૂચના આધારે પેરોલ-ફર્લો સ્કવોડ પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન એએસઆઈ એચ.આર. સીસોદીયા તથા હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમને બાતમી મળી કે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ સગીરા અપહરણના કેસનો આરોપી સંજય ઉર્ફે કાનો કુમારભાઈ ચૌહાણ (ઉંમર 27, રહે. તુંબડા વિસ્તાર, હનુમાનગલી શેરી નં. 23, પોરબંદર) હાલ સુરતમાં રહેતો હતો. આરોપી પોરબંદરના જકાતનાકા પાસે ભાડેથી રહેતો હતો અને ભોગ બનનાર યુવતી સાથે રાણાવાવ રેલ્વે સ્ટેશન પાસે જોવા મળ્યા હતા. પોલીસે ત્યાંથી બંનેને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી માટે હાર્બર મરીન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. સમગ્ર કામગીરીમાં પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એમ. જાડેજા, એએસઆઈ એચ.કે. પરમાર, જે.આર. કટારા, પિયુષભાઈ બોદર, હરેશભાઈ સીસોદીયા, હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ સીસોદીયા, કેશુભાઈ ગોરાણીયા, પ્રકાશભાઈ નકુમ, વજશીભાઈ વરૂ, જેતમલભાઈ મોઢવાડીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ આકાશભાઈ શાહ તથા ટેકનિકલ ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.