પોરબંદરમાં જાતીય ગુન્હો આચરનાર શખ્સ વિરુદ્ધ પોરબંદર પોલીસની લાલ આંખ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.8
- Advertisement -
પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં જાતીય ગુન્હો આચરનાર ઈસમો વિરૂદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં લેવા સુચના આપવામાં આવી હોય જે અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 354-અ(1)(i), 323, 504, 506(2), 357, 406, 420 મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી સાગર ઉર્ફે નવાબ પરબત બોખીરીયા રહે.રાવલિયા પ્લોટ ના વિરૂદ્ધમાં કમલાબાગ પોલીસ મથકના પી.આઈ વી.પી.પરમારે પાસા દરખાસ્ત તૈયાર કરી
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.ડી.લાખાણી દ્વારા સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરતા કઈઇ પી.આઈ આર.કે. કાંબરિયાએ સામાવાળા પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ હતો.