ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.6
અષાઢી બીજના તહેવાર નિમિતે પોરબંદર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા એ.એસ.પી. સાહિત્યા.વી ની સુચનાના આધારે શાંતિ સમિતિની બેઠક અને ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તહેવાર પર શોભાયાત્રાઓને શાંતિપૂર્ણ માહોલમાં પાર પાડવા માટે કમલાબાગ અને કીર્તિમંદિર પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી. છાંયા, મીલપરા, કડિયા પ્લોટ અને ઝુંડાળા જેવા વિસ્તારોમાં રામદેવજી મહારાજની શોભાયાત્રાના આયોજન માટે પોલીસ દળો સક્રિય રહ્યા.
- Advertisement -
ફ્લેગમાર્ચના પહેલા ભાગમાં મોપેડ, મોટરસાયકલ અને પ્રાઇવેટ વાહનો સાથે 100 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ કાફલો નીકળ્યો હતો જેમાં કીર્તિમંદિર પોલીસ મથકના પી.આઇ ચૌધરી,કમલાબાગ પોલીસ મથકના પી.આઇ કાનમિયા સહિતના સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો જેમકે હનુમાનગુફા, લીમડાચોક, બાબુ ગોલાઈ, એમ.જી. રોડ, રાણીબાગ, શીતલાચોક અને કીર્તિમંદિર જેવી જગ્યાઓમાંથી પસાર થઈ આ ફ્લેગમાર્ચનું આયોજન થયું.આ ઉપરાંત, કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના 25-30 આગેવાનો સાથે પી.આઈ કાનમિયા અને પી.એસ.આઈ મારૂની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જ્યાં તેઓને માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આગામી અષાઢી બીજના દિવસે શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.