ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત બર્ડ સેન્ચ્યુરીની મુલાકાત લીધી હતી, અને અહીં ફોરેસ્ટ વિભાગના અધિકારી ચૌહાણ તેમજ ફોરેસ્ટ વિભાગના સ્ટાફે અલગ અલગ પક્ષીઓ અને પ્રાણીઓના સંરક્ષણ વિશે માહિતી આપી હતી. રહેણાંક વિસ્તારમાંથી રેસ્કયું કરાયેલ પ્રાણી પક્ષીઓને સારવાર આપી ભયમુક્ત વાતાવરણમાં ફરી છોડવામાં આવે છે, તેના વિશે પણ વિદ્યાર્થીની બહેનોએ માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રાણી પક્ષીને કોઈપણ જાતની ઈજા ન પહોંચે તે અંગે ખ્યાલ રાખવાના સૂચનો આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓ દ્વારા પણ આ સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા વન વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.