સોરઠ પંથકમાં 39 ડીગ્રી તાપમાન: લોકો અકળાયા
હજુ વધુ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ સોરઠ પંથકમાં દિવસે-દિવસે ગરમીનો પારો ઉચકી રહ્યો છે ત્યારે 39 ડીગ્રીને પાર હિટવેવથી સામાન્ય લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ વધુ કાળઝાળ ગરમી વધશે તેવી આગાહી કરી છે.
જૂનાગઢ સહિત સોરઠ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. 39 ડીગ્રીથી વધુ તાપમાન રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જયારે હવામાન વિભાગની હિટવેવની આગાહી પ્રમાણે પોરબંદર, ગિર-સોમનાથ અને કચ્છમાં સૌથી વધુ હિટવેવની અસર જોવા મળશે જયારે જૂનાગઢમાં પણ હિટવેવની અસર જોવા મળશે. ત્યારે સોરઠમાં 40 ડીગ્રી તાપમાન પહોંચવાની શકયતાઓ જોવાઇ રહી છે.