ફરિયાદ થયા બાદ માત્ર 100 મિનિટમાં થાય છે નિવારણ
એપ્લિકેશનની મદદથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચારસંહિતા ભંગની ઘટના ફરિયાદનો લાઈવ ફોટો – વિડીયો રેકોર્ડિંગ કરીને ફરિયાદ સ્વરૂપે મોકલી શકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
લોકસભા ચૂંટણીના પગલે પોરબંદર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને મેજિસ્ટ્રેટ શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પંચ દ્વારા કાર્યરત કરવામાં આવેલ એપ્લિકેશનના સફળ અમલીકરણ માટે કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભ -ટશલશહ એપ્લિકેશનની મદદથી કોઈ પણ નાગરિક પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચારસંહિતા ભંગની ઘટના ફરિયાદનો લાઈવ ફોટો – વિડીયો રેકોર્ડિંગ કરીને ફરિયાદ સ્વરૂપે મોકલી શકે છે.
કોઈપણ નાગરિકે આચાર સંહિતાની ફરિયાદ આપવા માટે ફોટો અથવા બે મિનિટ સુધીનો વિડીયો પોતાના એન્ડ્રોઇડ મોબાઇલમાં ભ -ટશલશહ એપ્લિકેશન પર અપલોડ કરવાનો રહેશે. ફોટો અને વિડીયો અપલોડ થતા તે જગ્યાનું લોકેશન જાણી શકાશે. અપલોડ થયા પછી યુઝરને એક યુનિક આઈડી મળશે. જેની મદદથી મોબાઈલ પર જ ફોલોઅપ ટ્રેક કરી શકે છે. ફરિયાદ કરનારની ઓળખને ગુપ્ત રાખવામાં આવે છે. વિશેષમાં મોબાઇલમાં પહેલેથી જ રેકોર્ડેડ વિડિયો કે ફોટોને અપલોડ થઈ નહીં શકે. જેથી આ એપનો દુરુપયોગ થવાથી રોકી શકાય. ઉપરાંત ભ -ટશલશહ એપના માધ્યમથી રેકોર્ડ કરાયેલ વિડિયો ફોટો મોબાઈલ ગેલેરીમાં પણ સેવ નહીં થઈ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં ચૂંટણી જાહેર થયા પછીથી અત્યાર સુધીમાં ફરિયાદ આ એપ્લિકેશન પર મળી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ રજૂઆત આવ્યાથી નિમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.