ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
શહેરમાં આવેલ વિલા સર્કિટ હાઉસ ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં મતગણતરી દરમિયાન વાહન પાર્કિંગથી લઈને ટેબલ ઉપર સ્ટેશનરી સહિતની વ્યવસ્થાઓ અંગે સોંપાયેલ કામની માહિતી મેળવી મત ગણતરી દરમિયાન ફરજપરના અધિકારી, કર્મચારીઓને રાખવાની થતી ઝીણવટ ભરી કાળજી અંગે કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે તા. 4 જૂનના રોજ પોરબંદર લોકસભા અને માણાવદર તથા પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતદાન ગણતરી યોજનાર છે. મતદાન ગણતરીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
- Advertisement -
જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા મત ગણતરી દરમિયાન સોંપાયેલ ફરજ પરના અધિકારી કર્મચારીઓને જીણવટ ભરી નાની નાની બાબતોની વિશેષ કાળજી રાખવા અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફરજ પરના તમામ કર્મચારીઓએ ઓળખકાર્ડ મેળવી લેવા તેમજ મોબાઈલ લઈ જવા આ સ્થળે પ્રતિબંધ છે તેની માહિતી આપવામાં આવી હતી.