ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરમાં દિવાળી પહેલા કોન્ટ્રાક્ટ બેઇજ સફાઈ કામદારોને એરિયર્સ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીને રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર વાલ્મિકી સમાજ દ્વારા દિવાળી પહેલા કોન્ટ્રાક્ટ બેઇઝના સફાઈ કામદારોને એરીયર્સ ચૂકવવામાં આવે તેવી માંગ ચેતનાબેન તિવારી સમક્ષ કરાય છે. નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીને રજૂઆત કરવામાં આવી છે, અને ચેતનાબેન તિવારીએ પણ ખાતરી આપી છે કે કોન્ટ્રાક્ટ બેઇજના પગાર ચડત એરિયસ આપીશ. સફાઈ કામદારોને દિવાળી પર ખુશ કરીને તેમના આશીર્વાદ લઈશ તેવું ચેતનાબેન તિવારીએ જણાવ્યું છે. વાલ્મિકી સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓએ પણ નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીનો આભાર વ્યક્ત કર્યો હતો.