ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર કલેક્ટરએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 નું આયોજન કરવામાં આવ્યું છે. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત પોરબંદર શહેરી વિસ્તારમાં આવેલ મતદાન મથકો ખાતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર શહેરી વિસ્તારમાં મતદાન મથકો ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત થઈ રહેલ કામગીરીનું જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરના મતદાન મથકો ખાતે બી એલ ઓ ની કામગીરીનું કલેકટરએ નિરીક્ષણ કરી તેઓને જરૂરી માર્ગદર્શન સુચનો કર્યા હતા, અને મતદાન મથકમાં આવેલ અરજદારો સાથે પણ જિલ્લા કલેકટરએ સંવાદ કર્યો હતો.