ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.3
પોરબંદર બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પર પરશુરામ જન્મોત્સવની ઉજવણી આનંદ કાર્યક્રમો ઉત્સાહભેરથનાર છે. બ્રહ્મસમાજનાઆધ્યદેવ ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ પ્રસંગે ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવશે. દરવર્ષેની જેમ આ વર્ષે પોરબંદર બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.
- Advertisement -
પ્રતિ વર્ષે શોભાયાત્રા, મહાપ્રસાદીસહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પોરબંદર બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે આગામી તા.10 મે શુક્રવારના દિવસે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે જેમાં ગોપનાથ મહાદેવ મંદિરથી બપોરે 4 કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. શહેરમાં આવેલ સુદામા મંદિર થઈ રેલ્વે સ્ટેશન રોડ, યુગાન્ડા રોડ, બાલુબાફુવારા, એમ.જી રોડ, રાણીબાગથી ગોપનાથ મહાદેવ મંદિર પરત ફરી આ શોભાયાત્રા પૂર્ણ થશે અને સાંજના 7 વાગ્યે મહાઆરતી સહિતના ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.