ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરના બોર્ડ મેમ્બરે રેલવેની ડિવિઝનની મિટિંગમાં પ્રાણ પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માંગ કરી છે. પીવાનું પાણી, લિફ્ટ અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન બાવીસ કલાકે મુંબઈ પહોંચતી હોવા સહિતના પ્રશ્ર્નો રજૂ કર્યા છે. તેમજ માત્ર મીટીંગ પૂરતા જ ફોર્મુલા ના બદલે હકારાત્મક નિર્ણય લેવા જીગ્નેશ કારીયાએ જણાવ્યું છે. પોરબંદર રેલવે બોર્ડની ભાવનગર ડિવિઝનમાં ડી આર યુ સી સીની મીટીંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા હાજર રહ્યા હતા. અને તેઓએ વિવિધ રેલવેને લગતી સમસ્યાઓના નિરાકરણ અંગે જણાવ્યું હતું. ખાસ કરીને પીવાનું પાણી લિફ્ટ સહિત પાયાની સુવિધાઓ પણ ખાડે ગઈ હોવાની સાથે અને 45 વર્ષથી બાબા ગાડીની જેમ દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન બાવીસ કલાકે મુંબઈ પહોંચે છે તેવી પણ રજૂઆત કરી હતી.
પોરબંદરના બોર્ડ મેમ્બરે રેલવેની ડિવિઝનની મિટિંગમાં પ્રાણ પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માંગ
