ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.5
લોકશાહીના મહાપર્વમાં મતદાન પ્રક્રિયા બાદ થનાર મત ગણતરીના આગોતરા આયોજનની તૈયારી લોકસભાની ચૂંટણી અંતર્ગત લોકશાહીના મહાપર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.પોરબંદર જિલ્લામાં પણ લોકશાહીના આ મહાપર્વની ઉજવણી થઈ રહી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન પોરબંદર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પોરબંદર વિધાનસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ ચૂંટણીના મહાપર્વની ઉજવણીને લઈને પોરબંદર જિલ્લા ચૂંટણી પંચ દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.ડી. લાખાણી અને ટીમ દ્વારા ચૂંટણી પ્રક્રિયાના મહાપર્વની ઉજવણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી માટેના આયોજન અંગે શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
પોરબંદર શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.ડી. લાખાણીએ તાજેતરમાં સ્થળ નિરીક્ષણ કરી અહીં મત ગણતરીની પ્રક્રિયા અંગે જરૂરી વ્યવસ્થા કરવા વિશે પણ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. પોરબંદર લોકસભાની બેઠકમાં સમાવિષ્ટ માણાવદર વિધાનસભા અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતદાન ગણતરી પણ પોરબંદર શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવશે. પોરબંદર વિધાનસભાની સાથોસાથ માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતદાન ગણતરી અલગ અલગ રાઉન્ડમાં પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે, તેનું પણ સુચારૂ આયોજન થઈ રહ્યું છે.