ટીવી સિરિયલના જગતની પ્રખ્યાત અભિનેત્રી વૈશાલી ઠક્કરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
બોલિવૂડ અને મનોરંજન જગતમાં નાની ઉંમરે જ આપઘાત કરવાના કિસ્સા સતત વધતાં જઈ રહ્યા છે, ટીવી સિરિયલના જગતની પ્રખ્યાત અભિનેત્રી વૈશાલી ઠક્કરે પણ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે જે બાદ તેમના ફેનને ધ્રાસકો લાગ્યો છે.
- Advertisement -
મશહૂર અભિનેત્રીએ કર્યો આપઘાત
ઈન્દોરમાં વૈશાલીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જે બાદ કેસ દાખલ કરી લેવાયો છે તથા પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
View this post on Instagram- Advertisement -
પોલીસને મળી છે સુસાઇડ નોટ
પ્રાથમિક માહિતી મુજબ વૈશાલી આપઘાત કરવાની સાથે એક સુસાઇડ નોટ પણ છોડી છે જે પોલીસ દ્વારા જમા કરી લેવામાં આવી છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે વૈશાલીએ યહ રિશ્તા કયા કહેલાતા હૈ સિરિયલમાં રોલ નિભાવ્યો હતો જે બાદથી તે ખૂબ પોપ્યુલર પણ થઈ હતી.
અનેક સિરિયલમાં કર્યું હતું કામ
વૈશાલીએ એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે અને કરિયરની શરૂઆત એક એન્કર તરીકે કરી હતી, જે બાદ સિરિયલમાં કામ શરૂ કર્યું અને સફળતા મળતી ગઈ. યે વાદા રહા, યહ હૈ આશિકી, સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર, લાલ ઈશ્ક જેવી અનેક સિરિયલમાં પણ વૈશાલીએ કામ કર્યું હતું.