સિંહની આંખ, નાક, મોઢું, પગ, પેટ, પૂંછની ગણતરી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના જૂનાગઢના રેવન્યુ વિસ્તાર અને ગીરના જંગલમાં વનવિભાગે ગત પૂનમની રાતે વિશેષ રીતે સિંહોની ગણતરી કરી હતી. દર પાંચ વર્ષે થતી સિંહોની ગણતરીની જેમ જ વનવિભાગ દર માસની પૂનમે સિંહોનું અવલોકન અને માહિતી એક કરવામાં આવી છે. સિંહોની માહિતી એકત્ર કરવા વનવિભાગે કર્મચારીઓને ત્રણ ફોર્મ આપ્યા હતા. ગુજરાતની શાન એ રાજ્યના સાવજો છે. સિંહ અને સિંહણની અલગ અલગ વિગતો એકત્ર કરવામાં આવી હતી. સિંહની આંખ, નાક, મોઢુ, પગ, પેટ, પૂંછ સહિતની માહિતીની નોંધ કરવામાં આવી. પ્રોજેક્ટ લાયન માટે ડેટા ઉપયોગમાં આવે તેવી શકયતા છે. સિંહોની આ ગણતરીથી સિંહોને રહેઠાણ ઓછું પડતુ હોય તે સ્પષ્ટ થશે.