બન્ને બાજુ રેલિંગનો અભાવ, મોટા અકસ્માતનો ભય
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ થી જૂનાગઢ તરફ જતા માર્ગ પર કોયલી ફાટક નજીકના પુલ પરથી પસાર થવું પડે છે. આ પુલ જર્જરીત હાલતમાં હોય તેમજ આ પુલ પર બંન્ને બાજુ રેલીંગનો અભાવ પણ જોવા મળી રહ્યોં છે. તો બીજી બાજુ અડધા પુલ પર રેલીંગ છે જ નહીં અને બાવળની ડાળીઓ રોડ પર આવી જતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. જૂનાગઢથી વેરાવળ જતા માર્ગ પર કોયલી ફાટક પાસે એક પુલ આવેલો છે. નીચેથી રેલવે લાઇન પસાર થઇ રહી છે. નવો બાયપાસ ન બનતા અહીં વાહનનો ભરાવો રહે છે. આ પુલ જર્જરીત હાલતમાં છે. તેમજ બન્ને બાજુ રેલીંગ પણ નથી. જેના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે. તંત્રની બેદકારીનાં કારણે લોકો ભોગ લેવાશે.વર્ષોથી આ સ્થિતી છે. ત્યારે વહેલી તકે પુલનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.