હવે ફરીવાર પરિક્ષા નહીં આપી શકે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી છે. આ સિવાય ખેડકરને ભવિષ્યની કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. UPSCએ પહેલાથી જ આનો સંકેત આપ્યો હતો. યુપીએસસીએ કહ્યું કે જો પૂજા ખેડકર સામેના આરોપો સાચા જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે UPSCએ પૂજા ખેડકરને કારણ બતાવો નોટિસ પણ જાહેર કરી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે પૂજા ખેડકરની ઉમેદવારી કેમ રદ ન કરવી જોઈએ.
- Advertisement -
તમને જણાવી દઈએ કે પૂજા ખેડકરની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી. તેમને અધિક મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ દિવસે ખેડકરના વર્તન વિશે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. પૂજા ખેડકર પર એવી સુવિધાઓની માગણી કરવાનો આરોપ હતો જેના માટે તે તાલીમાર્થી ઈંઅજ અધિકારી તરીકે હકદાર ન હતી. આ સિવાય તેમના પર એક વરિષ્ઠ અધિકારીની ચેમ્બર પર કબજો કરવાનો પણ આરોપ છે. ખેડકર પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. અહેવાલ છે કે પૂજા ખેડકરને તેની અંગત ઓડી કારમાં લાલ બત્તી અને ’મહારાષ્ટ્ર સરકાર’ પ્લેટ લગાવવામાં આવી હતી. પૂજા ખેડકર આ પ્રાઈવેટ કારમાં વાશિમના રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી.16મી જુલાઈના રોજ પૂજા ખેડકરે પુણેના કલેક્ટર સુહાસ દિવાસે વિરુદ્ધ હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી. પૂજા વિવાદોમાં ફસાઈ ગયા પછી પુણેના કલેક્ટરે તેની વાશીમમાં ટ્રાન્સફર કરી દીધી તેમજ પૂજાની તાલીમ પણ રદ કરવામાં આવી છે. પૂજાને 23 જુલાઈ સુધીમાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમીમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તે અહીં રહેશે.
UPSCએ પૂજા વિરુદ્ધ FIR નોંધાવી
UPSCએ પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરી છે. ઞઙજઈએ આરોપ લગાવ્યો છે કે પૂજાએ પોતાની ઓળખ બદલીને ઞઙજઈ દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા વિરુદ્ધ બનાવટી, છેતરપિંડી, આઈટી એક્ટ અને ડિસેબિલિટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.