પોનીયિન સેલવાન એ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી તમિલ ફિલ્મોમાંની એક છે. દિગ્દર્શક મણિરત્નમની બહુપ્રતિક્ષિત ફિલ્મ PS-1 ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળશે. લાઇકા પ્રોડક્શન્સ અને મદ્રાસ ટોકીઝ દ્વારા નિર્મિત, આ મેગા-બજેટ ફિલ્મ બે ભાગની ફિલ્મ છે જેનો પહેલો ભાગ PS-1 ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ચિયાન વિક્રમ, જયમ રવિ, કાર્તિ વંધિયાથેવન, ઐશ્વર્યા રાય બચ્ચન, ત્રિશા અને અન્ય કલાકારો છે.

- Advertisement -
ફિલ્મ મોટા પડદા પર ક્યારે આવશે તે જાણવા માટે દરેક ફેન આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે મેકર્સે રિલીઝ ડેટ જાહેર કરી છે. Lyca પ્રોડક્શન્સે Instagram પર પોસ્ટ કર્યું, “ધ ગોલ્ડન એરા 30 સપ્ટેમ્બરે મોટા પડદા પર આવે છે!” આ ફિલ્મ કલ્કી કૃષ્ણમૂર્તિની 1955માં આવેલી આ જ નામની નવલકથા પર આધારિત છે અને પીરિયડ-એક્શન ડ્રામાનું દિગ્દર્શન મણિ રત્નમ દ્વારા કરવામાં આવ્યું છે.
પોનીયિન સેલવાન – ચિયાન વિક્રમ

ફિલ્મમાં ચિયાન વિક્રમ આદિત્ય કારીકલનની ભૂમિકામાં જોવા મળશે. અભિનેતાને દર્શાવતું આ પોસ્ટર જબરદસ્ત છે.
- Advertisement -
પોનીયિન સેલવાન – ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મમાં નંદિની અને મંદાકિની દેવીનો ડબલ રોલ કરશે. તેણીનો શાહી લૂક ચોક્કસપણે ફેન્સને મંત્રમુગ્ધ કરી દેશે
પોનીયિન સેલવાન – જયમ રવિ

જયમ રવિ મોટા પડદા પર અરુલમોઝીવર્મન/પોનીયિન સેલવાન તરીકે જોવા મળશે. અભિનેતાનું પોસ્ટર તેના ચાહકો દ્વારા ખુબ વખાણાયું છે.
પોનીયિન સેલવાન – કાર્તિ શિવકુમાર

કાર્તિ શિવકુમાર તેના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં ભયાવહ લાગે છે. અભિનેતાએ વલ્લવરાયન વંદિયદેવનનું પાત્ર નિભાવ્યું છે.
પોનીયિન સેલવાન – તિર્શા કૃષ્ણન

શું આ પોસ્ટરમાં ત્રિશા કૃષ્ણન અદભૂત દેખાય છે. પોનીયિન સેલવાનમાં અભિનેત્રી કુંદવાઈ પીરત્તિયાર તરીકે જોવા મળશે.
ફિલ્મ પોનીયિન સેલવાનની નવલકથા પર આધારિત
PS-1 ફિલ્મની સ્ટોરી વીશે વાત કરીએ તો તે 10મી સદીમાં ચોલા સામ્રાજ્યમાં એક તોફાની સમય દરમિયાન સેટ કરવામાં આવી છે, જ્યારે શાસક પરિવારની વિવિધ શાખાઓ વચ્ચે સત્તા સંઘર્ષને કારણે શાસક સમ્રાટો વચ્ચે સંભવિત ઉત્તરાધિકારીઓને લઈને હિંસક તકરાર થઈ હતી. પોનીયિન સેલ્વનનું પુસ્તક પાંચ ભાગમાં છે જેને 1955માં બહાર પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોનીયિન સેલવાનને તમિલ ભાષાની મહાન નવલકથાઓમાંની એક માનવામાં આવે છે.


